પૈસાનો પાવર કે પછી આદત : નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય કે તેના માતાપિતાને કોઈ અફસોસ નથી
Tathya Patel : આવુ અનેકવાર જોવા મળ્યું કે તથ્ય પટેલ અને તેના પિતાને અકસ્માતનો કોઈ અફસોસ નથી. કેસની તપાસ દરમિયાન બંનેનું સામાન્ય વર્તન જોઈને પોલીસ પણ ગોથે ચઢી હતી
ahmedabad iskcon bridge accident : ઈસ્કોન બ્રિજ અકસ્માતને એક અઠવાડિયુ પણ વિત્યુ નથી. આ અકસ્માતમાં 10 નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે. તથ્ય પટેલ કેસમાં ગઈકાલ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 1684 પાનાની ચાર્જશીટમાં તથ્ય પટેલના કાળા કારનામા સામેલ કરાયા છે. આવામાં સૌથી ચોંકાવનારી બાબત તથ્ય પટેલના માતાપિતાનું વલણ છે. જાણે કંઈક બન્યુ જ ન હોય તે રીતે તેઓ વર્તી રહ્યાં છે. જેલમાં પિતા-પુત્ર કંઈ જ બન્યુ ન હોય તેવો તેમનો રવૈયો છે.
એક નહિ, આવુ અનેકવાર જોવા મળ્યું કે તથ્ય પટેલ અને તેના પિતાને અકસ્માતનો કોઈ અફસોસ નથી. કેસની તપાસ દરમિયાન બંનેનું સામાન્ય વર્તન જોઈને પોલીસ પણ ગોથે ચઢી હતી. તો બીજી તરફ, તથ્યની માતા નીલમ પણ તથ્યના કારનામાને સામાન્ય ગણાવી રહી છે. તો તથ્ય અને તેના પિતાના ચહેરા પર એક ટકાનો અફસોસ દેખાતો નથી.
આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી, ગુજરાતનું વાતાવરણ બગડવાની તૈયારીમાં
તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ઘરપકડ કરવામાં આવી, ત્યારે તેમના ચહેરા પર જરા પણ ડર ન હતો. સાબરમતી જેલમાં ગયા બાદ પણ તેમના ચહેરા પર કોઈ અફસોસ દેખાતો ન હતો. નવ લોકોની હત્યા નિપજાવનાર અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે તેનુ ભાન સુદ્ધા તેમને નથી.
એકવાર તો તથ્યએ ગુસ્સામાં એવુ પણ કહી દીધું હતું કે, અકસ્માત થયા બાદ હવે હું શુ કરી શકું છું. થાકનો અકસ્માત થયો હોવાથી લોકો રસ્તા પર એકઠા થયા હતા, તો તેમાં મારો શું વાંક.
આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી, ગુજરાતનું વાતાવરણ બગડવાની તૈયારીમાં
જો 21 વર્ષ કોઈ યુવાનિયો આવી વાત કરતો હોય, અને પોતાની ભૂલ સુધારતો ન હોય તો આગામી જિંદગીમાં શું કરશે. અકસ્માતોની જેને આદત પડી ગઈ છે, તે તથ્યને જો ખુલ્લો પરવાનો આપી દેવાય તો તો કેટલાયની જિંદગી બરબાદ કરી શકે છે.
એક વાત તો પાક્કી છે કે, તથ્ય પટેલને અકસ્માત અને ઓવરસ્પીડની આદત પડી ગઈ છે. સાથે જ તેના ધનાઢ્ય પરિવારના માતાપિતા પણ આ વાતને સામાન્ય ગણે છે. તો પૈસાનો પાવર અને નશો તેમને માથે ચઢી ગયો છે, તેથી માતાપિતાને છોકરાનું આ વર્તન દેખાતુ નથી.
મોદી અને યોગીના આધારકાર્ડમાં છેડછાડ કરનાર પકડાયો, IP એડ્રેસથી પોલીસ પહોંચી તેના ઘરે