આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી, ગુજરાતનું વાતાવરણ બગડવાની તૈયારીમાં

Gujarat Weather Forecast : બસ બે દિવસ. આ બે દિવસ રાહત અનુભવજો. કારણ કે, બે દિવસ બાદ ગુજરાતનું વાતાવરણ ફરી બગડવાનું છે. ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સવારે 8.30 વાગ્યાથી શરૂ થતા આગામી બે કલાક માટે હવા વિભાગની આગાહી એવી છે કે, પંચમહાલ  દાહોદ અને છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છ.ે તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. 

શનિવારે ક્યાં ક્યાં વરસાદની આગાહી

1/6
image

આવતીકાલે શનિવારે આગાહીની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થશે. જેમાં વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. 

રવિવારે ક્યાં ક્યાં વરસાદની આગાહી

2/6
image

રવિવારે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.  

સોમવારે ક્યાં ક્યાં વરસાદની આગાહી

3/6
image

સોમવારની વાત કરીએ તો, સોમવારથી બુધવાર સુધી ભારે વરસાદની સંભાવના નહિવત છે. આ બંને દિવસોમાં રાજ્યમાં છુટોછવાયો વરસાદ આવી શકે છે.   

4/6
image

5/6
image

6/6
image