અતુલ તિવારી/અમદાવાદ :  રાજ્યનો કોઈપણ બાળક શિક્ષાથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અનેક પ્રયાસ કરે છે. બાળકને સરકારી શાળામાં જ ઉચ્ચ શિક્ષણ બની રહે તે માટે આધુનિક શાળાઓ તૈયાર કરવામાં આવી રહી છે. સાથે સાથે બાળક પોતાની શિક્ષાકનો ખર્ચ કાઢી શકે તે માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. પરંતુ શિષ્યવૃતિને લઈને કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જુઓ આ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EWS, OBC, SC અને STના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થીઓને શિક્ષા ક્ષેત્રે કોઈ આર્થિક તંગી ના રહે એ રાજ્ય સરકારનો હેતુ છે. શિષ્યવૃતિને લઈને સરકાર 100 ટકાનો લક્ષ્યાંક હાંસિલ કરવા માગે છે. જોકે, આ લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે સરકાર સામે કેટલીક અડચણ પણ આવી રહી છે.


અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 50 શાળાઓને નોટિસ ફટકારી છે. આ 50 શાળાઓમાં શિષ્યવૃતિના 30 ટકા કરતા પણ ઓછા ફોર્મ ભરાયા છે. ત્યારે DEO એ આ મામલે શાળા સંચાલકોને રૂબરૂમાં બોલાવીને ખુલાસો માગ્યો છે અને જણાવ્યું કે, શિષ્યવૃતિ મામલે સરકાર 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવા માગે છે.


આ પણ વાંચો : 


ભાજપના રાજમાં ભાજપી કોર્પોરેટર જ નીકળ્યો વ્યાજખોર, નવસારીમાં સામે આવ્યું કૌભાંડ


ભારતનું ભૂતિયા ઘર : કબાટમાં પાણી જમા થાય છે ને ઘરની વસ્તુઓ આપોઆપ ફરે છે


અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોને રૂબરૂમાં આ તમામ સવાલ કર્યા હતા. DEOએ એ પણ કહ્યું કે જો સરકાર વિદ્યાર્થીઓન શિષ્યવૃતિ આપવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માગે છે તો અડચણ કેમ આવી રહી છે. જોકે, સામે સંચાલકોની રજૂઆત નોંધનીય હતી. સંચાલકોએ કહ્યું કે, વાલીઓ પોતે જ શિષ્યવૃતિ લેવા માગતા નથી. શિષ્યવૃતિ ઓછી મળવાના કારણે વાલીઓ પોતાનો સમય બગાડતા નથી. એટલું જ નહીં ફોર્મ ભરવામાં વાલીઓ જરૂરી દસ્તાવે પણ જમા નથી કરાવતા. આવકનો પુરાવો, જાતિનો દાખલા જેવા દસ્તાવેજ જમા કરાવવા વાલીઓ અસહમત છે. 
 
આ તમામ કારણોના લીધે વાલીઓ સામેથી જ શિષ્યવૃતિ લેવાનો ઈનકાર કરે છે અને વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત રહી જાય છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓએ શિક્ષા મેળવવા માટે કોઈ અડચણ ઊભી ના થાય એટલા માટે રાજ્ય સરકાર EWS, OBC, SC અને STના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપે છે. પરંતુ સામાન્ય કારણોને લઈને વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત રહે છે. શિષ્યવૃતિ યોજના રાજ્ય સરકારની મહત્વની યોજના છે.  
 
એક આંકડા પ્રમાણે ગત વર્ષ સુધીમાં અનુસૂચિત જાતિના 1.14 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 196.23 કરોડની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ આપવામાં આવી છે. આ શિષ્યવૃતિનો ફાયદો લઈને વિદ્યાર્થીઓ પોતાના ભાવિનું ઘડતર કરી રહ્યા છે. પરંતુ સામાન્ય કારણો માટે અટકેલી શિષ્યવૃતિની પ્રક્રિયા સરળ બને અને ગરીબ લોકો વધુ જાગૃત થાય તે જરૂરી છે.


આ પણ વાંચો : સુરતે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો, એવી બ્રેસલેટ વોચ બનાવી કે ગિનિઝ બૂકમાં નામ ચમક્યું