Haunted House : ભારતનું ભૂતિયા હાઉસ, કબાટમાં પાણી જમા થાય છે ને ઘરની વસ્તુઓ આપોઆપ ફરે છે

Haunted House : ભંડારા જિલ્લાના પવની તાલુકામાં ઉમરી ખાતેના એક મકાનમાં હવે એક હોરર મૂવી જવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. ઘરની અંદર અનાજની પેટી અને કપડાઓથી ભરેલા કબાટમાં પાણી એકઠું થાય છે જ્યારે વસ્તુઓ આપમેળે જતી હોવાનો દાવો પરિવારજન દ્વારા કરવામાં આવ રહ્યો છે.

1/6
image

ઉમરી ગામમાં રહેતા સુમેધ મેંઢેના ઘરમાં આ ઘટના બની રહી છે આ ઘટનાને જોઈ મેંઢેનો પરિવાર ગભરાઈ ગયો છે. સુમેધ મેંઢે તેની પત્ની, બે પુત્રો હર્ષલ (11) અને નિખિલ (18) સાથે ત્રણ વર્ષથી આ ઘરમાં રહે છે.

2/6
image

જો કે, પરિવાર દાવો કર્યો છે કે ઘરમાં અવિશ્વસનીય વસ્તુઓ થઈ રહી છે. છ મહિના પહેલા અચાનક બપોરના સમયે ઘરમાં અનાજના ડબ્બા અને શાકભાજીની થેલીઓમાં પાણી આપોઆપ એકત્ર થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બધી ચમત્કારિક ઘટનાઓ ત્યાંથી શરૂ થઈ. 

3/6
image

દાવો કરવામાં આવે છે કે છેલ્લા અઠવાડિયાથી આ ઘરમાં ચમત્કારિક ઘટનાઓની શ્રેણી ચાલી રહી છે. તેઓ કહે છે કે ગેસના ચૂલામાંથી પાણી લીક થાય છે, ઈલેક્ટ્રિક ચૂલો આપોઆપ નીચે પડી ગઈ અને ફૂટી હતી. જો કે, સુમેધના પુત્ર હર્ષલ અને ભત્રીજા સિવાય કોઈએ ખરેખર આવું થતું જોયું ન હતું. સુમેધ મેંઢે મુજબ ભુવા તાંત્રિકને બોલાવી વિધિ કરવામાં આવી છતાં ફાયદો થયો નથી.

4/6
image

હવે આ સમાચાર ગામમાં વાયુની જેમ ફેલાઈ ગયા છે અને ગ્રામજનો ભૂતને જોવા માટે તેમના ઘરે  ભેગા થાય હતા. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ જાણ થતા તેઓ ગામમાં પહોંચ્યા હતા તેઓ અનુમાન લગાવી રહ્યો છે કે આ કોઈ દેવી પ્રકાર કે ચમત્કાર નથી, પરંતુ ઘરની કોઈ નજીકની વ્યક્તિ તેનું ધ્યાન ખેંચવા માટે આ પ્રકારનું કામ કરી રહ્યો છે. 

5/6
image

6/6
image