અર્પણ કાયદાવાલા/અમદાવાદ : કોરોના મુદ્દે અમદાવાદ પર કુદર કંઇક ખફા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ જ્યારે અમદાવાદમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યા. તો બીજી તરફ કોર્પોરેશનનાં એક પછી એક ઉચ્ચ અધિકારીઓ અને કોર્પોરેટર કોરોનાનો શિકાર બની રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર કોરોના પોઝિટિવના સંપર્કમાં આવીને હોમ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. તો અમદાવાદ કોર્પોરેશનનાં વધારે એક કોર્પોરેટર પ્રીતિબેન ભરવાડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના બે પરિવારજનોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર આર.કે મહેતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ડે. મ્યુનિસિપલ કમિશ્નરનો ડ્રાઇવર પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. શરદી થતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો.  તેઓ અગાઉ રિવરફ્રંટ પ્રોજેક્ટ સહિતનાં મહત્વપુર્ણ પ્રોજેક્ટ પર કામ કરી ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વતન જવા આતુર હજારો શ્રમજીવી સોનીની ચાલી ખાતે એકત્ર થતા તંત્ર દોડતું થયું


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદનાં કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાનાં કારણે બે અઠવાડીયા માટે હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે. જેના પગલે સરકાર દ્વારા વિજય નેહરાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


કોરોનાને કાબુમાં લેવા અનુભવી અધિકારીઓને સોંપાયો હવાલો, ટોપના અધિકારીઓ વચ્ચે યોજાઇ બેઠક


વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રી મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે. અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર