• સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી

  • આ કેસ મામલે રાજકીય દબાણ વધતા તપાસ તેજ કરાઈ છે. તથા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે


મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. રેકી કરીને તમામ વિગતો મેળવી દંપતીની હત્યા કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જલ્દી જ હત્યાનો ભેદ ઉકેલાઈ જશે. હત્યા અને લૂંટના આ કેસમાં પાંચ આરોપી ઓળખાયા છે. ક્રાઈમ બ્રાંચની ટીમ આ કેસના આરોપીઓને પકડવા સતત મહેનત કરી છે. પોલીસ 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી ચૂકી છે. જેમાં બે બાઈક પર ચાર આરોપી ચાણક્યપુરી જતા જોવા મળી રહ્યા છે. બાઈકના નંબર અને ફોટોગ્રાફ પરથી તેમની શોધખોળ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દંપતી પાસેથી સોનુ મળવાની લાલચે તેમને ટાર્ગેટ કરાયા હતા 
બે દિવસ પહેલા અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતુ દંપતી અશોકભાઈ કરશનભાઈ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની કરપીણ હત્યા કરવામા આવી હતી. માતા-પિતાની ક્રૂરતાપૂર્ણ હત્યાની ઘટનાની જાણ થયા પછી હેતાર્થભાઈ શુક્રવારે મોડીસાંજે અમદાવાદ પહોંચ્યા હતા. હેતાર્થભાઈ દૂબઈથી આવ્યા પછી માતા-પિતાની અંતિમવિધી કરવામાં આવી હતી. આ દંપતી પાસેથી સોનુ વધારે મળવાની શકતા હોવાથી લૂંટારુઓ તેમના બંગલાને ટાર્ગેટ કર્યો હતો.


આ પણ વાંચો : અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા, સવારે 8 વાગ્યા બાદ ઘરમાં ત્રાટક્યા હતા લૂંટારું


પોલીસે 200 સીસીટીવી તપાસ્યા 
અમદાવાદના વૃદ્ધ પટેલ દંપતીના હત્યાને અંજામ આપનાર હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના સ્થળેથી બાઈક દૂર પાર્ક કરી ઘરમાં જતા શખ્સો CCTVમાં કેદ થયા છે. લૂંટને અંજામ આપતા પહેલા આરોપી અંદર-અંદર ચર્ચા કરતા પણ નજરે પડ્યા હતા. પ્લાનિંગ કર્યા બાદ લૂંટારુઓ ઘરમાં ધૂસ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારના તમામ CCTVની તપાસ કરી હતી. લગભગ 200 જેટલા સીસીટીવી તપાસ્યા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી.આ લૂંટારુઓ હિસ્ટ્રીશીટર હોવાના પોલીસને આશંકા છે. 


અમદાવાદમાં પટેલ દંપતીની હત્યા, ચોકીદારે ચાર શખ્સોને ઘરમાંથી બહાર નીકળતા જોયા હતા


[[{"fid":"312245","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ahm_patel_couple_murder.jpg","field_file_image_title_text[und][0][value]":"ahm_patel_couple_murder.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ahm_patel_couple_murder.jpg","field_file_image_title_text[und][0][value]":"ahm_patel_couple_murder.jpg"}},"link_text":false,"attributes":{"alt":"ahm_patel_couple_murder.jpg","title":"ahm_patel_couple_murder.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


જ્યોત્સનાબેન પ્રતિકાર કરતા લૂંટારુંઓએ તેમનું ગળુ કાપ્યું 
આરોપીઓએ ઘરની રેકી કરી હતી. સવારે મુખ્ય દરવાજો બંધ રહેતો હોવાથી તેઓ સાઈડમાં આવેલા રસોડાના દરવાજાથી પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં કામ કરી રહેલા જ્યોત્સના બહેનની વિંટી લૂંટી હતી. પ્રતિકાર કરવામાં આવતા લૂંટારુઓએ જ્યોત્સનાબેનનું ગળું કાપી નાખ્યું. પતિ અશોકભાઈ તેમને બચાવવા આવાત લૂંટારૂઓએ તેમને પણ મોતને ઘાટ ઉતાર્યા અને બાદમાં તેઓ ફરાર થઈ ગયા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં આરોપીઓ હત્યાને અંજામ આપ્યા પહેલા ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે. કેસની પોલીસ સઘન તપાસ કરી રહી છે.


આ પણ વાંચો : ઝેર પીને બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું, સામૂહિક આપઘાતનો નિર્ણય મારા પિતાનો હતો 



પરિવારની રાજકીય વગ હોવાથી તપાસ તેજ કરાઈ
અમદાવાદમાં જે પટેલ દંપતીની હત્યા થઈ તેઓ રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને દિવ દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલના કાકાના સંબંધી હોવાનો ખુલાસો થયો છે. જ્યોત્સનાબેન રાજ્યાના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને દીવ-દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલના કાકાના દીકરી હતા. તેથી આ કેસ મામલે રાજકીય દબાણ વધતા તપાસ તેજ કરાઈ છે. તથા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે. આ કારણે જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હોવાની ચર્ચા થઈ હતી.