અમદાવાદમાં પટેલ દંપતીની હત્યા, ચોકીદારે ચાર શખ્સોને ઘરમાંથી બહાર નીકળતા જોયા હતા

અમદાવાદમાં પટેલ દંપતીની હત્યા, ચોકીદારે ચાર શખ્સોને ઘરમાંથી બહાર નીકળતા જોયા હતા
  • અમદાવાદમાં ધોળે દહાડે એક વૃદ્ધ દંપતીની હત્યાનો ચકચારી બનાવ બન્યો છે
  • આ હત્યા પાછળ કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા છે

અર્પણ કાયદાવાલા/મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં આજે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાયડ્સ રોડ ઉપર આવેલ શાંતિ પેલેસ બંગલોમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે. ઘરમાં એકલા રહેતા દંપતીની લૂંટ કરવાના ઈરાદે આવેલા શખ્સોએ હત્યા કરી છે. ઘરમાં દંપતી એકલા જ રહેતા હતા. સવારે પાડોશી તથા ચોકીદારને બનાવ અંદાજે સવારના 8:15 થી 8:45 સુધીમાં આશરે 30 મિનિટના ગાળામાં બની હતી. આ બનાવથી અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. ડીસીપી, એસીપી સહિતનો સ્ટાફ હત્યારાઓની શોધમાં લાગી ગયો છે. 

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતુ દંપતી અશોકભાઈ કરશનભાઈ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની કરપીણ હત્યા કરવામા આવી છે. તેમનો પુત્ર દૂબઈમાં રહે છે. અશોકભાઈ અગાઉ પ્લાયવુડનો બિઝનેસ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ રિટાયર્ડ લાઈફ જીવતા હતા. તેમનો દીકરો દૂબઈમાં રહેતો હોવાથી તેઓ દૂબઈમાં આવતા-જતા પણ હતા.  લોકડાઉનમાં પણ તેઓ દૂબઈમાં જ હતા. 6 મહિના પહેલા જ દૂબઈથી અમદાવાદ આવ્યા હતા. 

આ પણ વાંચો : ઘરનો મોભી નરેન્દ્ર સોનીએ જ બધાને ઝેર ભરેલું પીણું આપ્યું હતું, પછી પૌત્રને લઈને પલંગ પર સૂઈ ગયા હતા 

ચોકીદારને કંઈક થયુ હોવાની શંકા ગઈ
વૃદ્ધ દંપતીની હત્યાની સૌથી પહેલી જાણ તેમના ચોકીદારને થઈ હતી. જેના બાદ તેમના પાડોશી મનીષાબેને ઘરમાં જઈને તપાસ કરી હતી. બન્યું એમ હતું કે, મનીષાબેને રોજ સવારની આદત મુજબ ચાલતા જતા સમયે અશોકભાઈને બૂમ પાડી હતી. આ દરમિયાન અશોકભાઈ પોતાની ગાડી સાફ કરતા કરતા ગીતો સાંભળતા હોય છે. આજે પણ પણ તેમણે અશોકભાઈને બૂમ પાડી હતી. જેના બાદ તેમણે જ્યોત્સનાબેનને ચકરી પાડવા મામલે કહ્યું હતું. આ વાત થઈને મનીષાબેન ન્હાવા ગયા હતા. બહાર આવ્યા બાદ અચાનક ચોકીદારે મનીષાબેનને બૂમ પાડી હતી. ચોકીદારે મને બૂમ પાડીને જણાવ્યું કે મનિષાબેન બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છે, જેથી મેં બહાર આવીને જોયું તો કાકાના ઘરના પડદા જે ક્યારેય બંધ નથી હોતા તે બંધ જોયા. પછી મેં વિચાર્યું કે કાકા અને કાકી ઉતાવળમાં બહાર ગયા હશે. પરંતુ બંને વાહનો પણ પડ્યા હતા. જેથી મેં ચોકીદારને કહ્યું કે તમે અંદર જઈને જોવો તો ચોકીદારે રસોડાના પાછલા બારણે જઈને જોયું ત્યારે અંદર સામાન વેરવિખેર હતો જેથી ચોકીદારે મને બૂમ પાડીને બોલાવી જે બાદ હું ઘરમાં ગઈ અને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો.

બંનેની લાશ અલગ અલગ જગ્યાએ પડી હતી
અશોકભાઈ અને જ્યોત્સનાબેનની કરપીણ રીતે ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. અશોકભાઈની લાશ બેડરૂમમાં પડી હતી. જ્યારે કે, જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડી પાસેથી મળી આવ્યો હતો. ઘરમાં ચારેતરફ સામાન વિખરાયેલો પડ્યો હતો. 

પરિવારની રાજકીય વગ હોવાથી તપાસ તેજ કરાઈ
અમદાવાદમાં જે પટેલ દંપતીની હત્યા થઈ તેઓ રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને દિવ દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલના કાકાના સંબંધી હોવાનો ખુલાસો થયો છે. જ્યોત્સનાબેન રાજ્યાના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને દીવ-દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલના કાકાના દીકરી હતા. તેથી આ કેસ મામલે રાજકીય દબાણ વધતા તપાસ તેજ કરાઈ છે. તથા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે. આ કારણે જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હોવાની ચર્ચા થઈ હતી. 

ahd_murder_zee4.jpg

ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ 
આ વિશે પોલીસે કહ્યું કે, CCTV અને મેન્યુઅલ ઇન્ફોર્મેશનના આધારે ગુનો શોધવા JCP તેમજ DCP ની આગેવાની ક્રાઈમ સહિતની તમામ ટીમો દ્વારા ખંતપૂર્વકના પ્રયત્નો સઘન ચાલુ છે. થલતેજ ડબલ મર્ડરની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ તપાસ તેજ થઈ છે. આ ઉપરાંત અન્ય તમામ સંભાવના અને દિશામાં તપાસ કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. હાલ 3 ટીમો સીસીટીવી સહિતની દરેક બાબતોની તપાસ કરી રહી છે. શહેરમાં રહેતા એકલા સિનિયર સિટીઝનની સુરક્ષા માટે પોલીસ કટિબદ્ધ છે. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે, પણ આરોપીઓ સુધી વહેલી તકે પહોંચી જઈશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news