Ahmedabad News : ગુજરાતમાં નબીરાઓ બેફામ બનીને કાયદા અને નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. પોલીસ કે કાયદાના ડર વગર બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને લોકોને ટક્કર મારી મોતને ઘાટ પણ ઉતારી રહ્યા છે. કોઈ દારૂપીને ગાડી ચલાવે છે. કોઈ રીલ્સના ચક્કરમાં જોખમી સ્ટંટ કરે છે. તો કોઈ લાયસન્સ વગર જ રોડ પર પૂરપાટ ઝડપે ગાડીઓ દોડાવે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે તથ્ય પટેલ. ગુજરાતમાં યુવાધન બેફાન બની રહ્યું છે. સવાલ એ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતા આટલો દારૂ ક્યાંથી આવે છે. આવામાં અમદાવાદના એક જાગૃત કારચાલકે એવી વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, બે યુવકો દારૂ પીને બાઈક ચલાવી રહ્યા છે. બંને યુવકો દારૂના નશામાં એવા છે કે, તેમને બાઈક રસ્તા પર કેવી રીતે ચાલી રહ્યુ છે તેનો પણ હોંશ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદનો એક વીડિયો હાલ તથ્ય પટેલના અકસ્માત બાદ વાયરલ થયો છે. જેમાં એક જાગૃત નાગરિકે સવાલ ઉઠાવ્યો છે કે, દારૂ પીને બાઈક ચલાવનારા લોકોને કારણે કાર અકસ્માત થાય છે. જાગૃત નાગરિકે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પોતાની કારથી આ વીડિયો લીધો હતો. જેમાં દારૂના નશામાં બે યુવકો લથડિયા ખાતા બાઈક ચલાવી રહ્યાં છે તે દેખાય છે. 


એક સ્કૂટર પર 6 યુવકોની સવારી, સુરતીઓમાં જોખમી Reels બનાવવાનો ગાંડો શોખ જાગ્યો


 


સુરતમાં 6 બાઈક ચાલકોને ફંગોળનાર સાજન પટેલે બેફામ દારૂ ઢીંચ્યો હતો, કર્યો આ ખુલાસો


20 જુલાઈએ અમદાવાદમાં અડધી રાત્રે તથ્ય પટેલની ગાડી કાળ બનીને નવ લોકો પર ફરી વળી. એવી જ રીતે 24 જુલાઈએ અમદાવાદના મણિનગરમાં એક નબીરો નશાની હાલાતમાં અકસ્માત સર્જે છે. તો 25 જુલાઈએ વડોદરામાં હિટ એન્ડ રનની હચમચાવનારી ઘટના સામે આવે છે. તો 27 જુલાઈએ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં દારૂપીને BMW ચાલક નબીરો અનેક જગ્યાએ અકસ્માત સર્જે છે. જ્યારે જૂનાગઢમાં 29 જુલાઈએ બેફામ બનેલ નબીરો સાંકળી ગલીમાં પણ પૂરપાટ ઝડપે કાર ચલાવી એક મહિલાને ટક્કર મારીને ફરાર થાય છે. આ તમામ એવી ઘટનાઓ છે જે પોલીસના કડક કાર્યવાહીના દાવાને પોકળ સાબીત કરી રહી છે. નબીરાઓ છાંટકા બનીને બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને પોલીસ તેમના પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી રહી છે.


મહત્વના સમાચાર : આ લોકોને નહિ મળે બિપોરજોય વાવાઝોડાની સરકારી સહાયનો લાભ


 



 


તો બીજી તરફ, વડોદરાના એક યુવક નો LPG ગેસ ના સિલિન્ડર સાથેનો વીડિયો વાયરલ થયો છે. એક બાઈક પર ત્રણ ત્રણ ગેસ સિલિન્ડર લઈને યુવક જઈ રહ્યો છે. પંડ્યા બ્રિજથી રેલવે સ્ટેશન તરફ બાઈક પર ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા યુવક નીકળ્યો હતો. સ્ટેશન નજીક આવેલી હોટેલોમાં ગેરકાયદે ઘરેલુ ગેસની ડિલિવરી ચાલે છે. તો ઘરેલુ ગેસના ત્રણ સિલિન્ડર બાઈક પર લઈને ફરતો યુવક પોલીસને ન દેખાયો તેવો સવાલ ઉઠ્યો છે. યુવક દ્વારા ગેસ સિલિન્ડર લટકાવવા માટે બાઈક પર એન્ગલ લગાવાયા છે. યુવક પોતાની બાઈક પર ગેસ સિલિન્ડરની ડિલિવરીનું કામ કરતો હોવાની શક્યતા છે. જો યુવકની બાઈક સ્લીપ થાય અથવા અકસ્માત થાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે.