હિતલ પારેખ, ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad)  શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં નશીલા પદાર્થો ડ્રગ્સ (Drugs) નો રૂપિયા 7 કરોડ 27 લાખ ને 53 હજાર 945 નો મુદ્દામાલ પકડવામાં આવ્યો. 2017-18માં અમદાવાદ શહેર માંથી 41.548 કિલો ગાંજો, અમદાવાદ જિલ્લામાંથી 396 ગ્રામ, અમદાવાદ શહેર હાથી ચરસ 23.791 કિલો, અમદાવાદ શહેરમાં કોકેઇન 1કિલો, 450 ગ્રામથી વધુ પકડાયું. એમ ડી.ડ્રગ્સ 0.060 ગ્રામ પકડવામાં આવ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019માં અમદાવાદ શહેરમાં અફીણ 2.051 કિલોગ્રામ, ગાંજો 288.592 કિલોગ્રામ, ચરસ 11.705 કિલોગ્રામ, ભાંગ 0.600 ગ્રામ, કોકેઇન 0.051 ગ્રામ, એમ.ડી.ડ્રગ્સ 1.469 ગ્રામ, મેફીડીન 0.305 ગ્રામ પકડવામાં આવ્યું છે. માત્ર અમદાવાદમાં જ બે વર્ષમાં સાત કરોડથી વધારે નશીલા પદાર્થો મળ્યા હોવાનો રાજય સરકારે સ્વીકાર કર્યો. ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ સ્વીકાર કર્યો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...