ahmedabad

Fatafat Khabar : Important news of Gujarat PT13M15S

ફટાફટ ખબર: એક ક્લિકમાં જુઓ રાજ્યભરના મહત્વના સમાચાર

ફટાફટ ખબરમાં એક ક્લિકમાં જુઓ રાજ્યભરના મહત્વના સમાચાર

Feb 28, 2020, 11:55 AM IST

પઠાણ દંપતી પાસે ચરસના સફેદ લાડુ જોઈને ચોંકી અમદાવાદ પોલીસ

અમદાવાદમાં ચરસના જથ્થા સાથે એક દંપતીની ધરપકડ કરાઈ હતી. રશીદખાન પઠાણ અને પત્ની શહેનાઝબાનુ પઠાણની ₹ 29.75 લાખના ચરસનો જથ્થા સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. રેલવે સ્ટેશન બહારથી લાડુ બનાવી પેપરમાં પેક કરી આ દંપતી ચરસનો જથ્થો લઈ જતા હતા, તે વેળાએ ઝડપાઈ ગયા હતા.

Feb 28, 2020, 10:24 AM IST
Savdhan Gujarat: Cheat With Workers In Rajkot PT5M30S

સાવધાન ગુજરાતઃ મજૂરો પાસે લાખોની છેતરપિંડી, પોલીસે ચીટર ઝડપી પાડ્યો

રાજકોટ પોલીસે એક એવા ચીટરની ધરપકડ કરી છે જેના સોફ્ટ ટાર્ગેટ હતા મજૂરો. એવા મજૂરો કે જેઓેને એટીએમ મશીનમાં રૂપિયા જમા કરાવવામાં મુશ્કેલી પડતી હોય છે. આવા મજૂરો પાસેથી રૂપિયાની છેતરપિંડી કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આવો જોઈએ કોણ છે આ શખ્સ અને કઇ રીતે આપતો હતો ગુનાને અંજામ...

Feb 28, 2020, 12:00 AM IST
Savdhan Gujarat: Cheating With People In Valsad PT5M6S

સાવધાન ગુજરાત: લોન લેતા પહેલા થોડી સાવધાની રાખજો

લોન લેતા પહેલા થોડી સાવધાની રાખજો... કારણકે કેટલાક ઠગ તમને લોનના નામે પણ છેતરી શકે છે... વલસાડમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે... ત્યારે શું છે સમગ્ર મામલો? કેવી રીતે આચરવામાં આવી છેતરપિંડી... જોઈએ આ અહેવાલમાં...

Feb 27, 2020, 11:55 PM IST
Savdhan Gujarat: Elephant Ivory Smuggled In Vadodara PT4M59S

સાવધાન ગુજરાતઃ વડોદરામાં કરોડોના હાથી દાંતની દાણચોરી

પ્રાણીઓના વિવિધ અંગોનું દૂનિયાભરમાં બ્લેકમાર્કેટ ચાલે છે... જો કે ભારતમાં હાથી અને ગેંડા જેવા પ્રાણીઓના અંગો વેંચવા પર ખુબ જ કડક પ્રતિબંધો છે... ત્યારે વડોદરામાં કરોડોના હાથીદાંતની દાણચોરી સામે આવતાં ખળભળાટ મચ્યો છે...

Feb 27, 2020, 11:55 PM IST
Savdhan Gujarat: Father Rapes 14 Year Old Daughter In Vadodara PT3M

સાવધાન ગુજરાતઃ સગા પિતાએ જ 14 વર્ષની દિકરી પર હેવાનિયત આચરી

દરરોજ સામે આવતી બળાત્કારની ઘટનાઓ ચિંતા પેદા કરે છે... બળાત્કાર એ સમાજ સામે જ મોટો પ્રશ્નાર્થ છે... પણ વડોદરામાં એવી ઘટના સામે આવી છે કે જેણે માતાપિતાના સંબંધોને જ લજવી દીધી છે... વડોદરામાં સગા પિતાએ પોતાની 14 વર્ષની સગીર દિકરી પર હેવાનિયત આચરી છે...

Feb 27, 2020, 11:50 PM IST
Savdhan Gujarat: Builder Abducted In Bhavnagar PT3M42S

સાવધાન ગુજરાતઃ આરોપીઓએ રાતોરાત પૈસાદાર થવા બિલ્ડરનું કર્યું અપહરણ

ગુજરાતમાં ઉદ્યોગપતિઓ અને પૈસાદાર વ્યક્તિઓનું અપહરણ કરીને ખંડણી માગવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે... ભાવનગરમાં પણ આરોપીઓએ રાતોરાત પૈસાદાર થવા માટે અપહરણ કર્યું... જો કે ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતાં અપહરણકારો જેલના સળિયા પાછળ ધકેલાયા છે...

Feb 27, 2020, 11:50 PM IST
Savdhan Gujarat: 3 Person Gang Rape With Girl Including Former BJP Pramukh's Son PT3M12S

સાવધાન ગુજરાતઃ ભાજપના પુર્વ પ્રમુખના પુત્ર સહિત 3 લોકોએ યુવતીનો કર્યો ગેંગરેપ

કહેવાય છે કે જેટલી મોટી સત્તા એટલી જ મોટી જવાબદારી... પણ કેટલીક વખત સત્તાના નશામાં લોકો અનેક ગુનાને અંજામ આપીને વિચારે છે કે સત્તાના જોરે તે બચી જશે... જો કે કાનૂન તમામ માટે સરખો છે... રાજકોટમાં પણ સત્તાધારીઓની આવી જ હેવાનિયત સામે આવી... જ્યાં ભાજપના પુર્વ પ્રમુખના પુત્ર અને સરપંચ પુત્ર સહિત 3 લોકોએ યુવતી પર ગેંગરેપ કરતાં ચકચાર મચી છે...

Feb 27, 2020, 11:50 PM IST
Top 25 News On Zee 24 Kalak February 27 Watch Video PT23M23S

TOP 25 ન્યૂઝ: દિવસભરના મહત્વના સમાચાર એક જ ક્લિક પર

દિવસભર દેશ વિદેશ અને ગુજરાત રાજ્યના મહત્વના 25 સમાચારો એક જ ક્લિક પર જુઓ...

Feb 27, 2020, 11:15 PM IST
Hardik Patel Posted On Facebook PT6M5S

હાર્દિક પટેલે કરી ફેસબુક પર પોસ્ટ, કેસ પાછા લેવાની માંગ સાથે આપો આવેદન

હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટ કરી. જય સરદાર સાથે ગુજરાતના તમામ તાલુકામાં કાર્યરત પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોને અપીલ કરું છું કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહીત યુવા આંદોલનકારીઓ પર રાજદ્રોહ સમેત જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે પાછા લેવાની માંગ સાથે આવતી તારીખ ૨/૩/૨૦૨૦ ના રોજ તાલુકા તથા જિલ્લા મથકે શ્રી મામલતદાર અને આદરણીય કલેકટર સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવે.

Feb 27, 2020, 10:45 PM IST
Gujarati Trapped In Iran Due To Coronavirus PT4M

કોરોના કહેર: ઇરાનમાં ફસાયા ગુજરાતીઓ, સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો પોસ્ટ

કોરોનાં વાયરસનાં કારણે ચીનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવાની કાર્યવાહી હજી સરકાર પુર્ણ કરી રહી ત્યાં જાપાનમાં ફસાયેલા કેટલાક નાગરિકોને કાલે કાઢવામાં આવ્યા હતા. જો કે આજે ઇરાનમાં પણ 300થી વધારે ગુજરાતીઓ ફસાયા હોવાનાં સમાચાર સામે આવી રહેલા છે. આ લોકો વીડિયો બનાવીને સરકાર તેમને બચાવે તેવી અપીલ વિદેશ મંત્રાલય અને સરકારને કરી રહ્યા છે.

Feb 27, 2020, 10:45 PM IST
Bike Rally Held By Vishva Hindu Parishad In Godhra PT3M33S

ગોધરા કાંડની વરસીને લઇ વિહિપે કરી બાઇક રેલી

સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ ગોઝારો દિવસ સાબિત થયેલ આજના જ દિવસે વર્ષ 2002માં ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડની ઘટના ઘટી હતી. જેમાં 59 જેટલા કાર સેવકોને ટ્રેનના ડબ્બામાં જ જીવતા સળગાવી મુકવામાં આવ્યા હતા. આજ રોજ આ ગોજારી ઘટનાને 18 વર્ષ પૂર્ણ થયા છે. ઘટનામાં મોતને ભેટેલા 59 કર સેવકોને આજ રોજ 18મી પુણ્યતિથિ નીમીતે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા બાઈક રેલી યોજી પ્રતીકાત્મક શ્રદ્ધાંજલિ આપવામાં આવી...

Feb 27, 2020, 10:45 PM IST
Ahmedabad City Congress Falls Into Two Groups PT3M54S

અમદાવાદ શહેર કોંગ્રેસમાં પડ્યા બે જૂથ

મ્યુમિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ છ માસ જેટલો સમય બાકી રહ્યો છે.મ્યુનિસિપલ કોંગ્રેસમાં વિપક્ષનેતા બદલવા મામલે બે ભાગ પડયા છે. કોંગ્રેસના પાંચથી વધુ કોર્પોરેટરોએ પ્રદેશ નેતાગીરીને વિપક્ષ નેતા યથાવત રાખવાની માંગ કરી છે. નોંધનીય છેકે ગત 17 અને 18 ફેબ્રુઆરીએ એએમસીની બજેટ બેઠક દરમ્યાન 33 કોંગ્રેસી કોર્પોરેટરોએ તેમના નેતાને બદલાવાની માંગણી કરતો પત્ર પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને સોંપ્યો હતો.

Feb 27, 2020, 10:45 PM IST
EDITOR'S POINT: Pakistan Afraid Of Trump Visit India PT8M9S

EDITOR'S POINT: ટ્રંપના ભારત પ્રવાસથી કેમ ડર્યું પાકિસ્તાન?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ હિંદુસ્તાન આવીને પાછા અમેરિકા પહોંચી પણ ગયા છે... ટ્રંપના આગમનથી ભારત દેશમાં ખુશીનો માહોલ છે.. તો પાડોશી દેશ તેનાથી ગમના સાગરમાં ડૂબી ગયો છે... કાશ્મીર મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવીને ટ્રંપે પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો... તો ભારત સાથે ડિફેન્સ ડીલ કરીને અમેરિકાએ પાકિસ્તાનને સણસણતો તમાચો ઝીંકી દીધો... જેના પછી પાકિસ્તાનના પેટમાં એવું તેલ રેડાયું છે કે તેણે એવું નિવેદન આપ્યું કે બંને દેશ વચ્ચે ત્યારે જ સ્થિરતા આવશે.. જ્યારે કાશ્મીર સમસ્યાનું સમાધાન થશે... ત્યારે ટ્રંપના ભારત પ્રવાસથી પાકિસ્તાન કેમ ડરી ગયું છે અને શા માટે બોલી રહ્યું છે નફરતની ભાષા...

Feb 27, 2020, 10:00 PM IST
EDITOR'S POINT: Biggest Violence In Delhi In 30 Years PT7M45S

EDITOR'S POINT: દિલ્હીમાં 30 વર્ષની સૌથી મોટી હિંસા કેમ ભડકી?

વર્ષના બીજા મહિનાનો 27મો દિવસ એક દુખદ ઘટનાની સાથે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયો છે... 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશનથી રવાના થયેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં તોફાની ટોળાએ આગ લગાવી દીધી... આ ભીષણ અગ્નિકાંડમાં 59 લોકોના મોત થયા... જેના પછી આખા રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા... અને આજે તારીખ આજ છે.. માત્ર વર્ષ બદલાઈ ગયું છે... દેશની રાજધાની દિલ્લીમાં નાગરિકતા સંશોધન કાયદાની આડમાં એવા તોફાનો ફાટી નીકળ્યા કે 34 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો... ત્યારે શું છે દિલ્લીની ાજની સ્થિતિ જોઈએ આ ખાસ અહેવાલ...

Feb 27, 2020, 10:00 PM IST
EDITOR'S POINT: Mathematics Of Rajya Sabha Seats In Gujarat PT6M45S

EDITOR'S POINT: ગુજરાતની રાજ્યસભાની બેઠકોનું શું છે ગણિત?

ગુજરાત માટે નવું વર્ષ રાજકીય રીતે ઉથલપાથલ ભર્યું રહેવાની શક્યતા છે... ગુજરાતમાં ફરી એકવાર આવી રહી છે ચૂંટણી... આ વર્ષે રાજ્યસભાની સાથે સાથે મહાનગર પાલિકાઓની પણ ચૂંટણી યોજાશે... જોકે સૌથી રસપ્રદ રાજ્યસભાની ચૂંટણી રહેશે... 26 માર્ચે ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ચુની ગોહેલ, લાલસિંહ વડોદિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અને મધુસુદન મિસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.. ત્યારે શું ભાજપ પોતાની ત્રણેય રાજ્યસભાની બેઠકો જાળવી રાખશે?... શું કોંગ્રેસને ચૂંટણીમાં ફાયદો થશે?... જોઈએ રાજ્યસભાની ચૂંટણીનું ગણિત...

Feb 27, 2020, 10:00 PM IST
Famine Aid Fraud Revealed By Farmer Unity Forum PT6M40S

ખેડૂત એકતા મંચનો મોટો ખુલાસો, અતિવૃષ્ટિ સહાય આપવામાં ગોટાળો

ખેડૂત એકતા મંચનો મોટો ખુલાસો કર્યો છે. જો સરકાર 10 દિવસમાં પગલાં લઇ તપાસ નથી કરતી, પંચની રચના નહી કરે તો કોર્ટના દરવાજા ખખડાવી ન્યાયીક પ્રક્રિયા હાથ ધરાશે. અતિ વરસાદના કારણે ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં ગોટાળો થયો હોવાનો ખુલાસો કર્યો હતો.

Feb 27, 2020, 08:50 PM IST
Watch Important News February 27 In News Room Live PT24M42S

News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

સુરતને ઇલેક્ટ્રિક બસ માટે ફંડ મળ્યું. કેન્દ્ર સરકારે 13.50 કરોડની સબસીડી રિલીઝ કરી. સુરતને 150 જેટલી ઇલેક્ટ્રિક બસ મળશે. કેન્દ્ર સરકાર તરફથી 67.50 કરોડની સબસીડી મળશે. પ્રથમ ફેજમાં 20થી વધુ ઇલેક્ટ્રિક બસો ફાળવાશે.

Feb 27, 2020, 08:45 PM IST
Samachar Gujarat: Farmers Across The State Will Get Electricity For Day PT22M52S

સમાચાર ગુજરાત: રાજ્યભરના ખેડૂતોને દિવસે મળશે વીજળી

કોંગ્રેસના ધારી ધારાસભ્ય જે વી કકડીયાના ખેડૂતોને દિવસે વીજળી આપવાના પ્રશ્ન પર ઉર્જા મંત્રી સૌરભ પટેલનો જવાબ આપતા કહ્યું કે, સરકારે ખેડૂતો માટે દિવસે વીજળી આપવાની બજેટમાં જાહેરાત કરી છે. રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાથી થશે.

Feb 27, 2020, 08:40 PM IST
DCP Give Show-Cause Notice In Vadodara Fake Dharma Guru Case PT2M42S

વડોદરાના પાખંડીને લોકઅપમાં VIP ટ્રીટમેન્ટ, DCPએ ફટકારી શો-કોઝ નોટીસ

વડોદરાના બગલામુખી મંદિરના પાખંડીની ધરપકડ મામલે પ્રશાંત ઉપાધ્યાયને વારસિયા પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. પાખંડી ધર્મગુરુની અનુયાયીઓ પોલીસ સ્ટેશનમાં બેરોકટોક ખાવાનું આપી રહી છે. ઠંડુ પીણું પણ લોક અપમાં આપ્યું હતું. લોક અપમાં બેઠા બેઠા પાખંડીને તમામ સેવા મળી રહી છે.

Feb 27, 2020, 08:25 PM IST