Ahmedabad News : પતંગ પ્રેરિત ડિઝાઈનથી રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલ અટલ બ્રિજનું આકર્ષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સરદાર બ્રિજ અને એલિસબ્રિજ વચ્ચે બનાવવામાં આવેલ આ ફૂટ ઓવર બ્રિજ અત્યારે લોકો માટે નવું સ્પોટ બની ગયું છે. જેના કારણે તંત્રને અત્યાર સુધી 13.44 કરોડની અધધ આવક થઈ છે. અટલ ફૂટ ઓવરબ્રિજની પાસે ફ્લાવર પાર્ક આવેલો હોવાથી સાબરમતી રિવરફ્રન્ટ તરફથી ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે. જેમાં અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની મુલાકાત માટે 40 રૂપિયામાં ટિકીટ મળે છે. જેના કારણે કોર્પોરેશનને મોટી આવક થઈ છે. જાન્યુઆરી 2024માં કુલ 6919 લોકોએ અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. આ પેટે તંત્રને રૂપિયા 1.26 લાખની આવક થઈ.. મહત્વનું છે કે 27 ઓગસ્ટ 2022ના દિવસે પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કેટલાં લોકોએ મુલાકાત લીધી તેની વાત કરીએ તો....


  • અટલ ફૂટ ઓવરબ્રિજ પર 29 લાખ 43 હજાર 904 વયસ્કોએ મુલાકાત લીધી

  • 3 લાખ 85 હજાર 933 બાળકોએ મુલાકાત લીધી

  • કુલ 33 લાખ 84 હજાર 477 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી


જેનાથી 9 કરોડ 49 લાખ 25 હજાર 715 રૂપિયાની આવક થઈ છે. જ્યારે કોમ્બો એટલે કે અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની વાત કરીએ તો કુલ 44 લાખ 61 હજાર 319 લોકોએ મુલાકાત લીધી. અને તેનાથી તંત્રને 13.44 કરોડની આવક થઈ.


બુલેટ ટ્રેનના કામમાં અમદાવાદમાં લાગી બ્રેક : આવી મોટી અડચણ, મેગા બ્લોક માંગ્યો


પતંગની પ્રેરણા પર બન્યો બ્રિજ 
અમદાવાદની સાબરમતી નદી પર આવેલ આ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ છે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ 27 ઓગષ્ટના રોજ દેશના પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે.
        
સદર આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.


એક ફોન આવતા જ વરરાજા સલૂનમાંથી ગાયબ થયો, દુલ્હન રાહ જોતી રહી, નવસારીનો ગજબનો કિસ્સો


અટલ ફુટ ઓવર બ્રિજની ખાસિયત
- બ્રિજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે
- ફુટ કિઓસ્ક (2નંગ), સિટીંગ કમ પ્લાન્ટર (14 નંગ), પારદર્શક કાચનું ફલોરીગ (4 નંગ - 24 ચોમી)
- કુલ લંબાઇ: 300 મીટર, વચ્ચેનો વિરામ: 100 મીટર
- પહોળાઇ: બ્રિજના છેડેના ભાગે 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે 14 મીટર 
- ડિઝાઇન: આઇકોનિક સ્ટીલ બ્રિજમાં સ્ટાફનું વજન 2600 મે. ટન વજનનું લોખંડનું પાઇપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઇલ સ્ટ્રક્ચર છત.
- વચ્ચેના ભાગે વુડન, ફલોરીંગ ભાગે ગ્રેનાઇટ ફલોરીગ, પ્લાન્ટર સ્ટેઇનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ 
- વચ્ચેના ભાગે ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાનટેશની વ્યવસ્થા
- ડાયનેમિક કલર ચેઇન્જ થઇ શકે તેવું એલઇડી લાઇટીંગ


મેળ પડી ગયો તો કોંગ્રેસના આ નેતાઓ પણ ભાજપમાં જશે, પક્ષપલટાના લિસ્ટમાં નવા નામ ઉમેરાય