Domino's Pizza : અમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે. પરંતું હવે આ શહેરમાં ખાણીપીણીનો ચટકો સ્વાદના શોખીનો માટે ભારે પડી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચાઈ રહી છે. શહેરમાં ખાધપદાર્થોમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે પિત્ઝાના વધુ એક આઉટલેટમાં જીવાત મળી આવવાનો ગ્રાહકને કડવો અનુભવ થયો છે. લો ગાર્ડન ખાતેના ડોમીનોઝ પિત્ઝા સેન્ટરમાં પિત્ઝા બોક્સની વચ્ચે ઈયળ જોવા મળી હતી. સ્વચ્છતાના ધારાધોરણનું પાલન ન થતું હોવાની ગ્રાહકે ફરિયાદ કરી છે. ત્યારે amc ના હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થયો વીડિયો
હાલ પિત્ઝા વચ્ચે ફરતી ઈયળનો વીડિયો વાયુવેગે ફેલાઈ ગયો છે. લૉ-ગાર્ડન પાસે આવેલાં ડોમિનોઝ પિત્ઝાનાં સેન્ટર ખાતે એક ગ્રાહક પિત્ઝા લેવા ગયો ત્યારે તેણે સેન્ટરનાં કાઉન્ટર બહાર મુકેલાં પિત્ઝા બોક્સ પાસે ઇયળ ફરતી જોઇ હતી અને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો અને મ્યુનિ.ને પણ જાણ કરી હતી. 


રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ : 4 મહાસંમેલનની કરી જાહેરાત



એક મહિનો મોડી શરૂ થઈ કેરીની સીઝન, મોડે મોડે પણ દક્ષિણ ગુજરાતમાં શરૂ થયો કેરીગાળો


તો આ ઘટના પ્રકાશમાં આવતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ફૂડ વિભાગની ટીમ તપાસ માટે ડોમનોઝ પિત્ઝા સેન્ટર પર પહોંચી હતી. જોકે તપાસમાં શું થયું તે જાણવા મળ્યું નથી, પરંતુ હેલ્થ ઓફિસરે પિત્ઝા સેન્ટરને પેસ્ટ કંટ્રોલ કરાવવાની સૂચના આપવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.


મસાલાના ધંધા કરનારા પર તવાઈ
હાલ ગુજરાતમાં મસાલા ભરવાની સીઝન છે. ત્યારે ઠેર ઠેર મંડપ ઉભા કરી લાઇસન્સ વિના મરી મસાલાનો ધંધો કરનારાઓ પર પાલિકાએ સપાટો બોલાવ્યા છે. વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ નજીક લાઇસન્સ વગર મંડપ ઉભા કરી મરી મસાલાનું વેચાણ થતું હતું. સ્કાયટોપ ફૂડ પ્રોડક્ટના નામે મંડપમાં મરી મસાલાનું વેચાણ કરાતુ હતું. ત્યારે ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ વગર મસાલાનું વેચાણ થતું હોય પાલિકાની ખોરાક શાખાએ વેચાણ બંધ કરાવ્યું છે. સંચાલકે ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા કરેલ અરજી અગાઉ રિજેક્ટ થઇ હતી.


અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદ