Uttarayan 2024 : ગુજરાતીઓનો સૌથી મોટો ઉત્સવ ઉત્તરાયણ આવી રહ્યો છે. આ તહેવાર ભલે કેટલાક ગુજરાતીઓ માટે આનંદ ઉલ્લાસનો બની રહે છે. પરંતું આ તહેવાર અનેક લોકોનો ભોગ પણ લે છે તો કેટલાક અબોલ જીવોને મારે છે. આ ઉપરાંત પતંગની દોરીથી અનેક પ્રકારના નુકસાન થાય છે. ત્યારે અમદાવાદના આકાશમાં લોકોને જોય રાઈડ કરાવતા હેલિકોપ્ટર પર જ આ ઉજવણી ભારે પડી. ગત સપ્તાહે જોય રાઈડના હેલિકોપ્ટરના પાંખિયામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. જેથી ઉત્તરાયણના તહેવારમાં જોય રાઈડ બંધ રાખવાની નોબત આવી છે. આવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે ઉત્તરાયણના બે દિવસ હેલોક્પિટર રાઈડ બંધ કરવામાં આવનાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલિકોપ્ટરના પાંખિયામાં ફસાઈ ગઈ હતી દોરી
ગત સપ્તાહે આ ઘટના બની હતી.  હેલિકોપ્ટરે રિવરફ્રન્ટ ખાતેથી ઉડ્યાનાં થોડાક જ સમયમાં હેલિકોપ્ટનાં પાંખિયામાં પતંગની દોરી ફસાઈ જતા પાયલોટ દ્વારા હેલિકોપ્ટરને તાત્કાલિક રિવરફ્રન્ટ પર પરત લઈ જવાની ફરજ પડી હતી. જે બાદ એન્જીનીયરની ટીમે હેલિકોપ્ટરને ચેક કરતા પાંખિયામં પતંગરની દોરી ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પાંખિયામાંથી દોરી બહાર કાઢતા અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. 


અમદાવાદમા આ જગ્યાએ પ્રોપર્ટી ખરીદી લેજો, ભાવ વધશે : આવી રહ્યો છે દેશનો સૌથી મોટો મોલ


બંધ રહેશે જોય રાઈડ
ઉત્તરાયણના શનિ-રવિવાર દરમિયાન હેલિકોપ્ટર જોય રાઈડ નહીં ઉડે. મહિના પહેલા પણ હેલિકોપ્ટર ટેકઓફ કરતી વખતે કબૂતર આવી જતા બર્ડહિટ થતાં ગ્રાઉન્ડ કરાયું હતું. 


મેટ્રો પણ ઓછી મળશે 
તહેવારના દિવસે જાહેર રજા હોવાથી મુસાફરો મેટ્રોની મુસાફરી ઓછી કરતા હોય છે જેને લઈ મેટ્રોના વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમય-ફ્રિક્વન્સીમાં ઘટાડો કરાયો છે. આપને જણાવી દઈએ કે, 12 મિનિટે મળતી મેટ્રો ટ્રેન આ બે દિવસ માટે 20 મિનિટે મળશે.   


Weather Update : ગુજરાતમાં હજી આજે પણ છે વરસાદની આગાહી, આ જિલ્લાને અપાયું છે એલર્ટ