Today Weather Update : ગુજરાતમાં હજી આજે પણ છે વરસાદની આગાહી, આ જિલ્લાને અપાયું છે એલર્ટ

Weather Update Today : રાજ્યમાં તાપમાન વધતાં ઠંડીમાં ઘટાડો.... આગામી 2થી 3 દિવસમાં તાપમાનમાં વધારો થશે... નલિયામાં સૌથી ઓછું 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું

Today Weather Update : ગુજરાતમાં હજી આજે પણ છે વરસાદની આગાહી, આ જિલ્લાને અપાયું છે એલર્ટ

Gujarat Weather Forecast : ગુજરાતમાં ભર શિયાળે માવઠું મહેમાન બનતા જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે. જોકે, ગુજરાતમાં હજી પણ થોડા કલાકો માટે વરસાદની આગાહી છે. અનેક જિલ્લાઓમાં હજી આજે પણ છુટાછવાયા વરસાદની આગાહી છે. જોકે, આ વચ્ચે ઠંડીમાં લોકોને રાહત મળી છે. બીજી તરફ, ગુજરાતના પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે, રાજ્યમાં ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે. વાસી ઉત્તરાયણના દિવસે પવન ઓછો રહેવાની શક્યતા છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી છે. 24 કલાકમાં કચ્છ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ડાંગમાં વરસાદ પડ્યો. તો આજે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. આ બાદથી વાતાવરણ સૂકું રહેશે. આગામી ચાર દિવસ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમા 17 ડિગ્રી તાપમાન પર પહોંચી ગયું છે. તો ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન છે. 

આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે, દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો હળવો વરસાદ આવી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહીત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે. 

ઠંડી પાછી આવશે 
રાજ્યમાં ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. નલિયામાં 5.1 ડિગ્રી સાથે સીઝનની સૌથી વધુ ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. જોકે, આજે સોમવારથી ઠંડીમાં રાહત મળવાની સંભાવના છે. રાજ્યમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો થયો છે. આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. એટલે પાછી ઠંડી વધશે. આજે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અમદાવાદમાં ગઈ કાલે 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 5.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 12.9 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી જયારે સુરતમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી બે થી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news