Ahmedabad News : અમદાવાદમાં ફરવાલાયક સ્થળોમાંનું એક છે કાંકરિયા લેક. આ સ્થળ વિવિધ સુવિધા, એડવેન્ચર એક્ટિવિટી, મનોરંજનથી ભરપૂર છે. જેને કારણે અહી બારેમાસ મુલાકાતીઓ રહેતા હોય છે. ત્યારે વેકેશન શરુ થતા જ અહીં મુલાકાતીઓની સંખ્યા વધી જાય છે. આવામાં એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે કે, કાંકરિયા તળાવ હવે સોમવારે પણ ખુલ્લુ રહેશે. જેથી વધુ મુલાકાતીઓ તેનો લાભ લઈ શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદનું કાંકરિયા તળાવ એટલે બાળકોને મામાના ઘર જેવુ લાગે. અમદાવાદમાં વેકેશન માટે કાંકરિયા તળાવ સ્વર્ગ સમાન છે. ત્યારે હવે અમદાવાદના કાંકરિયા તળાવની સોમવારે પણ મુલાકાત લઈ શકાશે. ઉનાળુ વેકેશન શરૂ થતા સોમવારે કાંકરિયા ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. 


અખાત્રીજના પરોઢિયે જામનગરના ખેડૂતોએ કર્યો વરતારો, ચોમાસા માટે આપ્યા ચિંતાજનક સમાચાર


અંબાલાલ પટેલની આગાહીથી ચેતજો : માવઠું કે ગરમી નહિ, ગુજરાત પર હજી મોટું સંકટ આવશે
 
ગઈ કાલે કાંકરિયામાં અંદાજિત 40 હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. સામાન્ય દિવસોમાં કાંકરિયામાં 10 હાજર જેટલા લોકો આવતા હોય છે. પરંતુ વેકેશનમાં મુલાકાતીઓનો આંકડો વધીને 15-20 હજાર સુધી પહોંચી જાય છે.