અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી લોકોને ચેતવ્યા : માવઠું કે ગરમી નહિ, ગુજરાત પર હજી મોટું સંકટ આવશે

Gujarat Weather Today : રાજ્યમાં આગામી 4 દિવસ આકરી ગરમી સાથે કમોસમી વરસાદની આગાહી.. દક્ષિણ ગુજરાતમાં વરસશે માવઠું.. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં ઉંચકાશે ગરમીનો પારો...
 

અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી લોકોને ચેતવ્યા : માવઠું કે ગરમી નહિ, ગુજરાત પર હજી મોટું સંકટ આવશે

Gujarat Weather Forecase સપના શર્મા/અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે માવઠાનું સંકટ આવી પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ સૌથી વધુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે માવઠાનું જોખમ ગુજરાતના માથે સતત તોળાઈ રહ્યું છે. આવામાં ગરમીનો પારો પણ તાંડવ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત આવનારા દિવસો વધુ ભયંકર આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામા આવી છે. માવઠું, ગરમી કે ઠંડી નહિ, ગુજરાત પર હજી મોટું સંકટ આવશે. ઋતુચક્ર અને બદલાતા તાપમાનને કારણે દેશમાં સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતા ગુજરાતના દરિયા કિનારાનું જોખમ વધ્યું છે. તો બીજી તરફ, ગુજરાતની આબોહવામાં થઇ રહેલા ફેરફારથી ખુબ મોટું જોખમ વધી રહ્યું છે. 

ધોવાઈ રહ્યો છે ગુજરાતનો દરિયાકિનારો 
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા વિભાગના અંતર્ગત આવતા નેશન સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 1990 થી 2018 દરમિયાન ગુજરાતનો દરિયાંકાંઠો 27.6 ટકાના દરે ધોવાઈ રહ્યો છે. દરિયાની સપાટી ઉંચે આવતા દરિયાંકાંઠો ધોવાઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં થઇ રહેલા વધારાને કારણે ગ્રીનલેન્ડ અને ઉત્તરીય ધ્રુવનો બરફ પીગળતા સમૃદ્રની સપાટી વધી રહી છે. હાલમાં ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના જણાવ્યા મુજબ 2050 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. 

ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની અસર શરૂ 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલમાં પણ રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના ગંભીર પરિણામો આવવાની શરૂઆત થઇ ગઈ છે. રાજ્યમાં હાલ કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચે જતા યેલો અલર્ટ, તો કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી છે. ઉનાળાને બદલે વારંવાર માવઠું થતા ઉનાળુ પાક ઉપર ગંભીર અસર થઇ છે. 

હાલમાં રાજ્ય સરકાર દ્વારા થયેલા સર્વે મુજબ 42201 હેકટર જમીનના વાવેતરને નુકસાન થયું છે. અમદાવાદ સહિતના 15 જિલ્લાઓમાં 2785 ગામડાઓના ખેતરોમાં ઉભા પાકને માવઠાને કારણે નુકસાન થયું છે. આબોહવામાં થઇ રહેલા ફેરફારથી ખુબ મોટું જોખમ વધી રહ્યું છે. 

હાલમાં આવેલા નેચર કોમ્યુનિકેશન્સના રિપોર્ટ મુજબ વૈશ્વિક તાપમાનમાં જો 1.8 C થી વધુ તાપમાન નોંધાશે, તો પશ્ચિમ એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડનો બરફ પીગળશે. જેની સીધી અસર દરિયાકાંઠા ઉપર થશે. તો સાથે જ ખેતી પર પણ થશે. 

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે માર્ચ એપ્રિલની જેમ હજી પણ કમોસમી વરસાદ યથાવત રહેશે. 26-27 એપ્રિલથી 2 મે સુધી ફરી માવઠું પડશે. જો કે માવઠા પાછળ એક માત્ર કારણ ગ્લોબલ વોર્મિંગ ન હોઈ શકે. ગ્લોબલ વોર્મિંગની સાથે ઘણા જાણ્યા અજાણ્યા બળો પણ કારણ હોઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news