Ahmedabad Flower Show સપના શર્મા/અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશને ફ્લાવર શોના શોખીનો માટે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસ ફલાવર શો વધારવામાં આવ્યો છે. 12 જાન્યુઆરીએ ફલાવર શો પૂર્ણ થવાનો હતો, પરંતું હવે 15 જાન્યુઆરી સુધી ફલાવર શો ચાલુ રહેશે. જેથી હવે ગુજરાતીઓ વધુ ત્રણ દિવસ ફ્લાવર શો માણી શશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્પોરેશનની આવક વધી 
ગુજરાતમાં કોરોનાના ફફડાટ વચ્ચે ૩૧ ડીસેમ્બરથી ૧૨ જાન્યુઆરી સુધીના સમય માટે આયોજીત કરવામા આવેલા ફલાવર શોથી મ્યુનિ.તંત્રને ધીકતી આવક થતા ફલાવર શોને ૧૫ જાન્યુઆરી સુધી લંબાવવા નિર્ણય કરાયો છે. ફલાવર શો અને અટલબ્રિજ પેટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ૯ જાન્યુઆરી સુધીમાં રુપિયા ૧.૭૬ કરોડથી પણ વધુ આવક થવા પામી છે. જેને પગલે આ ફ્લાવર શો 15મી સુધી લંબાવવાનો તંત્રએ નિર્ણય લીધો છે. અમદાવાદમાં ફ્લાવર શોને જોવા માટે જબરદસ્ત ભીડ જામી રહી છે. લોકો અધધ આવતાં તંત્રએ ઓનલાઈન ટિકિટ પણ કરી છે. આમ છતાં લોકોની ભીડ ઓછી થઈ રહી નથી. લોકો સતત વધતાં હવે તંત્રએ આ શોના દિવસો વધારવાનો નિર્ણય લીધો છે.


આ પણ વાંચો : 


Amul માં ખરો ખેલ હવે શરૂ થશે, ચેરમેન પદ માટે 2 દિગ્ગજનું નામ રેસમાંથી આપોઆપ નીકળ્યું


હવે સરકારી શિક્ષકોને મોડા આવવાનું નહિ ચલાવી લેવાય, ગાંધીનગરથી છૂટ્યો મોટો આદેશ


આરોગ્ય મંત્રીજી જવાબ આપો, ગુજરાત આ રોગમાં દેશમાં ટોપ-5માં કેવી રીતે પહોંચી ગયો?


નવ લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવર શો નિહાળ્યો 
અમદાવાદ શહેરના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે દર વર્ષે તંત્ર દ્વારા ફ્લાવર શોનું આયોજન કરાય છે. કોરોના બાદ આ વખતે પ્રથમવાર આયોજન હોવાથી લોકો ફ્લાવર જો જોવા માટે ઉમટી રહ્યાં છે. અગાઉ ૧૨ જાન્યુઆરી સુધી આયોજીત કરવામા આવેલા ફલાવર શોની મુદતમા ત્રણ દિવસનો સમય વધા૨વાનો નિર્ણય છે. ૯ જાન્યુઆરી સુધીમા ફલાવર શો માટે કુલ મળીને ૪.૧૮ લાખ અને અટલ બ્રિજ પેટે ૧.૮૦ હજા૨ ટિકીટનુ વેચાણ થવા પામ્યુ હતુ. કુલ ૫.૯૮ હજાર ટિકીટના વેચાણથી મ્યુનિ.તંત્રને ૧,૭૬,૮૮,૬૦૦ની આવક થઈ છે. આ ઉપરાંત ફલાવર શોમા અંદાજે ત્રણ લાખથી વધુ બાળકોએ પણ મુલાકાત અત્યાર સુધીમા લીધી છે. આમ નવ લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવર શોની નવ જાન્યુઆરી સુધી મુલાકાત લીધી હતી.


હજુ પણ ભીડ ઉમટી રહી છે. જેને પગલે અમદાવાદીઓ આ ફ્લાવર શોની મજા માણી શકે એટલે તંત્રએ દિવસો વધારવાનો નિર્ણય લીધો છે. 14 અને 15 જાન્યુઆરી એ ફેસ્ટિવલ છે. તંત્રને આશા છે કે એ દિવસોમાં વધારે ભીડ જામશે અને તંત્રને કમાણી પણ વધશે.


આ પણ વાંચો : નીતિન પટેલનું કદ મપાશે : નીતિન પટેલની પણ ભાજપ કેટલી કદર કરે છે એ આ ચૂંટણી સાબિત કરશે