Gujurat Government School : હવે સરકારી શિક્ષકોને મોડા આવવાનું નહિ ચલાવી લેવાય, ગાંધીનગરથી છૂટ્યો મોટો આદેશ

Primary Schools Director : પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર તવાઈ... પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી... શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી...  

Gujurat Government School : હવે સરકારી શિક્ષકોને મોડા આવવાનું નહિ ચલાવી લેવાય, ગાંધીનગરથી છૂટ્યો મોટો આદેશ

Government School હિતલ પારેખ/ગાંધીનગર : પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે  અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે. 

પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી. આવતીકાલે 12મી જાન્યુઆરીના બપોરના 1 કલાક સુધી તમામ પ્રાથમિક શાળાના આચાર્યએ માહિતી આપવાની રહેશે. ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો : 

પ્રાથમિક શિક્ષણના નાયબ શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું કે, રાજ્યની તમામ સરકારી-ગ્રાન્ડેટ પ્રાથમિક શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા શૈક્ષણિક કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન અનિયમિતતા, બેદરકારી, ગેરવર્તણૂંક કે અન્ય કોઈ પણ પ્રકારની ક્ષતિ/ફરિયાદ બાબદતે આપવામાં આવેલ કારણદર્શક નોટિસ અન્વયે તેઓ દ્વારા ખુલાસો રજૂ ન કરવામા આવ્યો હોય તથા તેઓનો ખુલાસો ગ્રાહ્ય ન રાખવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં પડતર રહેલ કાર્યવાહીની વિગતો આ સાથે સામેલ અલગ અલગ ગુગલ ફોર્મમાં નિયત પત્રક મુજબની માહિતી ભરી કચેરીમાં મોકલી આપવી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની શિક્ષણ નીતિમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. સરકાર દ્વારા સરકારી શાળાઓ પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ધકેલપંચે ચાલતી સરકારી શાળાઓને મોડેલ સ્કૂલ બનાવવા સરકારે કમર કસી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુજરાતમાં શિક્ષણની કથળેલી શિક્ષણ સ્થિતિનો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારે હવે સરકાર આ છબી બદલવાનો પ્રયાસ કરી રહી છે. નવી શિક્ષણ નીતિ હવે ધીમે ધીમે લાગુ કરવામાં આવી રહી છે ત્યારે તેમાં ધોરણ 6થી 8માં 10 દિવસ બેગલેસ ડે તરીકે શરૂ કરવાનું રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને સંભવત આ બેગલેસ ડે સિસ્ટમ નવા વર્ષ એટલે કે જાન્યુઆરી-2023થી જ શાળાઓમાં લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓ 10 દિવસ સ્કુલ બેગ લીધા વિના શાળાએ આવશે અને આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news