AHMEDABAD: શહેરમાં કોરોનાની ભયજનક સ્થિતી, કિડની હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડ શરૂ કરાયા
શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકાર ચિંતિત છે. આવતીકાલથી નવી કિડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે શરૂ કરાશે. કોરોનાના કેસો વધતા આખરે મંજુ મિલ ખાતે તૈયાર થઈ રહેલી નવી કિડની હોસ્પિટલ શરૂ કરવાની તંત્રને ફરજ પડી છે. સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલ લગભગ કોરોનાના દર્દીઓથી ફૂલ થતા આખરે નવી કિડની હોસ્પિટલ આવતીકાલથી શરૂ થશે. નવી કિડની હોસ્પિટલમાં 510 જેટલા બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ : શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકાર ચિંતિત છે. આવતીકાલથી નવી કિડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે શરૂ કરાશે. કોરોનાના કેસો વધતા આખરે મંજુ મિલ ખાતે તૈયાર થઈ રહેલી નવી કિડની હોસ્પિટલ શરૂ કરવાની તંત્રને ફરજ પડી છે. સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલ લગભગ કોરોનાના દર્દીઓથી ફૂલ થતા આખરે નવી કિડની હોસ્પિટલ આવતીકાલથી શરૂ થશે. નવી કિડની હોસ્પિટલમાં 510 જેટલા બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે.
BHAVNAGAR: શહેરમાં વેક્સિનેશન માટે સામાજિક સંસ્થાઓને કરવામાં આવી અપીલ
જરૂરિયાત મુજબ કોરોનાના દર્દીઓને સારવાર માટે નવી કિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. કોરોનાના દર્દીઓને સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે કિડની વિભાગ દ્વારા અંતિમ ઘડીની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરાઈ છે. નવી કિડની હોસ્પિટલનું મુહૂર્ત થાય એ પહેલાં જ કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ કરવાની સ્થિતિ પેદા થઈ છે. 800 બેડની નવી કિડની હોસ્પિટલમાં 510 બેડમાંથી 56 ICU ના બેડ પર દર્દીઓને સારવાર મળી રહેશે. હાલ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં 169 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે.
Gandhinagar: ગિફ્ટ સિટીમાં સિંગાપોર-દુબઇની જેમ ચમકશે, આ દેશ કરશે કરોડોનું રોકાણ
169 બેડ કિડની હોસ્પિટલના કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવતા કિડનીના દર્દીઓ માટે સમસ્યા ઉભી થઇ છે. કેટલાક ઓપરેશન સહિતના કિસ્સાઓમાં દર્દીઓને નવી તારીખ આપવાની ફરજ પડી છે. અંતે નવી તૈયાર થઈ રહેલી કિડની હોસ્પિટલના 510 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવતા હાલ ચાલી રહેલી કિડની હોસ્પિટલમાં કિડની સંદર્ભે જરૂરી સારવાર રાબેતા મુજબ થઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube