Gandhinagar: ગિફ્ટ સિટીમાં સિંગાપોર-દુબઇની જેમ ચમકશે, આ દેશ કરશે કરોડોનું રોકાણ
ગિફટ સિટીને સિંગાપોર-દુબઇની તર્જ પર વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્સિયલ અને ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરવા મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગુજરાતે દેશભરમાં સૌથી વધુ એફ.ડી.આઇ. મેળવવામાં સિદ્ધિ મેળવી છે. સિંગાપોર FDI ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરનારૂં બીજું મોટું રાષ્ટ્ર છે. ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની શરૂઆતથી સિંગાપોરની આનુષાંગિક કંપનીઝ શરૂ કરવામાં નવું બળ મળશે તેવું સિંગાપોરના હાઇકમિશનર યુત સિમોન વોંગે જણાવ્યું હતું.
Trending Photos
ગાંધીનગર : ગિફટ સિટીને સિંગાપોર-દુબઇની તર્જ પર વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્સિયલ અને ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરવા મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગુજરાતે દેશભરમાં સૌથી વધુ એફ.ડી.આઇ. મેળવવામાં સિદ્ધિ મેળવી છે. સિંગાપોર FDI ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરનારૂં બીજું મોટું રાષ્ટ્ર છે. ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની શરૂઆતથી સિંગાપોરની આનુષાંગિક કંપનીઝ શરૂ કરવામાં નવું બળ મળશે તેવું સિંગાપોરના હાઇકમિશનર યુત સિમોન વોંગે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત સિંગાપોરના હાઇકમિશનર યુત સિમોન વોંગ અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ એપ્રિલ-ર૦ર૧ માસના અંતમાં ગુજરાતના ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની કચેરી કાર્યરત કરવાના અંતિમ તબક્કાની તૈયારીઓ માટે ગુજરાત આવેલું છે. સિંગાપોરના હાઇકમિશનરએ તેમની આ કચેરીનો પ્રારંભ કરાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભર્યુ નિમંત્રણ આપ્યું હતું. તેનો મુખ્યમંત્રીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં સિંગાપોર અને દુબઇની તર્જ પર ગિફટ સિટીને વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્સિયલ એન્ડ ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાત ભારતમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવનારા રાજ્યોમાં અગ્રેસર છે. એટલું જ નહિ, ગુજરાતના FDI ઇનફલોમાં સિંગાપોર બીજો ક્રમ ધરાવતું રાષ્ટ્ર છે.
મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં ચર્ચા-વિચારણા દરમ્યાન સિંગાપોર હાઇકમિશનર યુત સિમોન વોંગે પણ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જ શરૂ થવાના પરિણામે સિંગાપોરના અન્ય આનુષાંગિક (સબસીડીયરી) એકમોને પણ નવું બળ મળશે. યુત સિમોને સિંગાપોરની કંપનીઝ-ઊદ્યોગ એકમોના રોકાણોની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ગત નાણાંકીય વર્ષમાં સિંગાપોર દ્વારા ૧ યુ.એસ. બિલિયન ડોલર્સનું FDI રાજ્યમાં કરવામાં આવેલું છે.
સિંગાપોરની કેટલીક ખ્યાતનામ-પ્રતિષ્ઠિત કંપનીઝ જેમાં રીન્યુએબલ એનર્જી સેકટરમાં ગ્લોબલ લિડર એવી સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ કચ્છમાં રિન્યુએબલ (વિન્ડ) એનર્જીનો પ્રોજેકટ કમિશન્ડ કર્યો છે તેની પણ વિગતો આપી હતી. CM વિજય રૂપાણી સાથેની વાતચીતમાં સિંગાપોર હાઇકમિશનરે એમ પણ જણાવ્યું કે સિંગાપોરની વિવિધ કંપનીઝ ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ, હાઉસીંગ, ફિશરીઝ અને ફાયનાન્સીયલ સર્વિસીસ સેકટરમાં પણ રોકાણો માટે ઉત્સુક છે. યુત સિમોને સિંગાપોર-ગુજરાત વચ્ચે બિઝનેસ ડેલિગેશનની મુલાકાત માટે પણ ઉત્સાહ દાખવ્યો હતો. આ હેતુસર સિંગાપોરના મિનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ તેમના ડેલિગેશનનું નેતૃત્વ કરશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત-બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઊદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટર મતી નિલમ રાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે