અમદાવાદ : અમદાવાદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ સવાલોનાં ઘેરામાં આવી ચુક્યા છે. પોલીસે રેડ કરતા દોડધામમાં 45 વર્ષીય મંગલસિંહ વાઘેલાનું મોત થયું હોવાનાં આરોપ સાથે પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. જો આખરે પોલીસની ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોવાનું આશ્વાસન મળતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગ્રેજી શીખવવાના બહાને શિક્ષકે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું, કર્યું એવું કારસ્તાન કે...

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓએ ગોધાવી ખેતરમાં 35 લોકો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે બોપલ પોલીસનાં ત્રણ પોલીસ કર્મચારીઓ જુગારીઓને પકડવા માટે પહોંચ્યા હતા. 


Gujarat Corona Update : રાજ્યમાં નવા 1078 દર્દી, 1311 સાજા થયા, 25 લોકોનાં મોત નિપજ્યાં

જો કે પોલીસ પહોંચતા ઘટના સ્થળ પર અફરા તફરી મચી હતી. જુગારીઓમાં નાસભાગ થતા બાજુના ખેતરમાં રહેતા મંગલસિંહ વાઘેલા પણ ભાગ્યા હતા. જો કે ધક્કામુક્કીમાં મંગલસિંહ વાઘેલાનું મોત નિપજ્યું હતું.  જેના પગલે પોલીસ પર કાર્યવાહી કરવાની માંગ સાથે મંગલસિંહના પરિવારજનોએ બોપલ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. 


અમરેલી: મહુવા રેન્જમાં દીપડાનો મહિલા પર હુમલો, ચહેરા પર પંજા મારતા લોહીલુહાણ

હોબાળાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્ટેશન પહોંચી ગયા હતા. ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી કામરીયા, બોપલ પીઆઇ સહિતનો સ્ટાફે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા સમગ્ર વિવાદ થાળે પડ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર