ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલતા બાળકોની ઉઠાંતરી અને ભીખ માંગવા અને ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જુદાજુદા શહેરોમાંથી એક થી ત્રણ વર્ષ સુધીના બાળકોને કિડનેપ કરી ત્યારબાદ ભીખ મંગાવાનું અને ચોરી કરાવવાનું કૌભાંડ સલાડ ગેંગ દ્વારા આચરવામાં આવતું હતું. મહિલા ક્રાઇમ બ્રાન્ચે મળેલી માહિતીના આધારે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી બાળકોની તસ્કરીના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના સકંજામાં આવેલા આરોપીનું નામ છે બેતાબ ઉર્ફે શિવમ સલાટ. આ આરોપીનું કામ ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લા અને શહેરોમાંથી નાના બાળકોનું કિડનેપિંગ કરી તેને વેચવાનું તથા ભીખ મંગાવવાનું અને ચોરી કરવાની ટ્રેનિંગ આપવાનું છે. થોડા સમય પહેલા મહિલા ક્રાઇમ બ્રાન્ચે ભીખ માંગતા 17 બાળકો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કમલા સંપત આનંદી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરનો સમાવેશ થાય છે.


નવા ટ્રાફિક નિયમની દંડની રકમથી બચવા આ વાહન ચાલકે બનાવ્યો ‘યુનિક હેલ્મેટ’


પકડાયેલા આરોપીઓ એકથી ત્રણ માસના બાળકોનું કિડનેપિંગ કરી તેને વેચી નાખવાનું ષડયંત્ર ચલાવે છે. એટલું જ નહીં કીડનેપ કરેલા બાળકોને ભીખ મંગાવવાનું અને ચોરી કરવાની ટેકનીક શીખવવાનું પણ કૌભાંડ ચલાવે છે. આરોપી બેતાબ ઉર્ફે શિવમ સલાટના ઝડપાયા બાદ ચાલતા ફિક્સિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે.


થોડા સમય અગાઉ મહિલા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલા ચાર આરોપીઓ અને ભીખ માંગતા 17 બાળકોની પૂછપરછમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગની શંકા બહાર આવી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી તમામ બાળકો પોતાના હોવાનું કહે છે. પરંતુ પોલીસને શંકા જતા ડી.એન.એ ટેસ્ટ કરાવવામાં આવ્યો અને કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. મહિલા ક્રાઇમની પૂછપરછમાં આરોપી બેતાબ ઉર્ફે શિવમ સલાટ અત્યાર સુધીમાં પાંચથી વધારે બાળકોનું કિડનેપિંગ કરી તેને વેચી નાખ્યા હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.


વડતાલ મંદિરના ત્રણ સ્વામી વિરુદ્ધ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હોવાની નોંધાઇ ફરિયાદ


પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ગુજરાતમાં સલાટ ગેંગ દ્વારા એક થી ચાર વર્ષના આશરાના બાળકોને સલાડ ટાર્ગેટ કરતી હતી. અને કિડનેપિંગ કરી બાદમાં તેને વેચી દીધી હતી. બાળકોને વેચી દીધા બાદ ખરીદનાર આરોપી બાળકોને ભીખ માંગવાનું અને ચોરી કરવા ની ટેકનીક શીખવાડતા હતા. પરંતુ હાલ અમદાવાદ મહિલા ક્રાઇમની સતર્કતાથી બાળકોની તસ્કરી તથા અભી મંગાવી અને ચોરી કરાવી જેવા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અને હવે પોલીસે આ ષડયંત્ર ના મૂળ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે.


હાલ તો ક્રાઈમ બ્રાન્ચ છે બેતાબ ઉર્ફે શિવમ સલાટને લઈ કીડનેપ કરેલા તમામ બાળકોને ક્યાં ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યારે કિડનેપ કર્યા તે જાણવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસનું માનવું છે કે, આરોપી બેતાબ ઉર્ફે શિવમ સલાટના રિમાન્ડ દરમિયાન બાળકોની ઉઠાંતરીના રાજીવ આપી કૌભાંડમાં મોટા ઘટસ્ફોટ થશે અને બીજા ચહેરાઓ પણ બેનકાબ થશે.


જુઓ LIVE TV :