અમદાવાદ: લસણના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહીણીઓનું બજેટ ખોરવાયું
છેલ્લા બે વર્ષથી તળીયાના ભાવે રહેલા લસણના ભાવ આસમાને પહોચ્યા છેલ્લા એક એઠવાડીયામાં હોલસેલ લસણના ભાવમાં કિલોએ 40થી50 રૂપિયાનો વધારો થયો છુટકમાં લસણનો ભાવ 200ની પાર પહોચ્યો ચીનમાં લસણના પાકને થયેલા નુકસાનને કારણે અહી લસણ મોઘું થયુ છે. લસણના ભાવ આસમાને પહોંચતા ગૃણીઓનું બજેટ ખોરવાયું છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: છેલ્લા બે વર્ષથી તળીયાના ભાવે રહેલા લસણના ભાવ આસમાને પહોચ્યા છેલ્લા એક એઠવાડીયામાં હોલસેલ લસણના ભાવમાં કિલોએ 40થી50 રૂપિયાનો વધારો થયો છુટકમાં લસણનો ભાવ 200ની પાર પહોચ્યો ચીનમાં લસણના પાકને થયેલા નુકસાનને કારણે અહી લસણ મોઘું થયુ છે. લસણના ભાવ આસમાને પહોંચતા ગૃણીઓનું બજેટ ખોરવાયું છે.
ગત સીઝનમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના લસણ પકવતા જે ખેડૂતોએ લસણ મફત વહેચવાની કે, રસ્તાઓ પર ફેકી દેવાની ફરજ પડી હતી. તે લસણ હવે ટોચના ભાવે વેચાઇ રહ્યુ છે જેનુ મુખ્ય કારણ છે. ચીનમાં લસણના પાકને 30થી35 ટકા થયેલુ નુકસાન માનવામાં આવે છે. વિશ્વવના સૌથી મોટા લસણ ઉત્પાદક દેશ તરીકે ચીન પ્રથમ નંબરે છે. અને તે સૌથી વધારે લસણની નિકાસ કરે છે.
રાજકોટ: પોલીસની ઓળખ આપી પોલીસે જ કરી લૂંટ, 3 કોન્સ્ટેબલ સહિત 4ની અટકાયત
જોકે ત્યાંના ઉત્પાદનમાં 35 ટકાનું નુકસાન થતા ભારતના લસણના સ્ટોકીસ્ટ અને નિકારકારોએ લસણની નિકાસ કરવાની શરૂઆત કરતાં ભાવમાં ઓચીતો ઉછાળો આવ્યો વળી ચાલુ વર્ષે વરસાદ સારો થતાં આવનારા દિવસોમાં લસણના બીયારણની માંગ પણ વધશે જેને પગલે લસણનો ભાવ હજુ વધુ ઉંચાઇએ જાયતો નવાઇ નહી.
ભારતમાં રોજનો સરેરાશ 200 ટ્રક એટલેકે 40 હજાર લસણની બોરીનો વ્યાપાર થાય છે જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની 35 હજાર અને ગુજરાતની 5 હજાર બોરી હોય છે. ગુજરાતની વાત કરવામાં આવેતો દરરોજ કુલ 3 હજાર બોરીનો વ્યાપાર થાય છે. ગુજરાતમાં હાલ લસણનો હોલ સેલ ભાવ 40થી લઇને 120 રૂપિયાનો છે. જે ગત અઠવાડીયે 30થી લઇ 80 સુધીનો હતો.
ખોવાયેલ મોબાઈલ ફોન શોધવામાં રાજકોટ પોલીસ રાજ્યમાં પ્રથમ નંબરે
ગુજરાતમાં દરરોજ સરેરાશ 3 હજાર લસણની બોરીનો વ્યાપાર થાય છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ કારણે વાવણી લેટ થતાં નવા લસણની આવક મોડી થશે વળી અત્યારનું લસણ બીયરાણ માટે ઉપયોગ થતો હોવાથી હજુ લસણના ભાવ વધશે. જે લસણના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો હતો એ લસણ હવે ગૃહિણીઓનો રડાવી રહ્યુ છે લસણના આ ભાવના ઉતરા ચઢાવમાં સ્ટોકીસ્ટ અને એક્સપોટર્સ નફો રળી રહ્યા છે. શિયાળુ સિઝનમાં 10 હજાર હેકટરમાં વાવેતર થતું હોય છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણ પાકે છે. ગત વર્ષે રવિ સિઝનમાં 19,400 હેકટરમાં લસણનું વાવેતર થયું હતું.
જુઓ LIVE TV :