ઝી બ્યુરો/અમદાવાદ: ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અમદાવાદના ગીતા મંદિરમાં સડકછાપ ટપોરીઓનો રીતસરનો આતંક મચાવીને રાખ્યો છે. પોલીસ જવાનોની હાજરીમાં ટપોરી ગેંગનો ખુલ્લો આતંક મચેલો છે, જેના કારણે ટપોરીઓ બેફામ અને પોલીસ લાચાર જેવી સ્થિતિ બનેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PASA એક્ટના નિયમો બદલાયા : ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન


અહીં આસપાસના વેપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવા માટે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. ગીતા મંદિર વિસ્તારમાં સડકછાપ મવાલીઓ 100-100 રૂપિયાના હપ્તા ઉઘરાવે છે. 25 એપ્રિલે પણ આ સડકછાપ ગુંડાઓએ તોડફોડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા મુસાફરોની હાજરીમાં ગાળાગાળી કરીને તોડફોડ કરી હતી.


ગુજરાતના ચાવાળાની અનોખી ઓફર, ‘ધ કેરાલા સ્ટોરી’ ની ટિકિટ બતાવી ચા-કોફી ફ્રીમાં પીઓ


ગઇકાલ રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અહીં અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી હોવાની ઘટના ઘટી છે, આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. આ અંગેની ફરિયાદ અગાઉ એક વેપારી દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન નથી.


PMની સામે ગહેલોતે કહ્યું- રાજસ્થાન ગુજરાતથી અગ્રેસર, મોદીએ ગેહલોતને ગણાવ્યા દોસ્ત


અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં અસામાજિક તત્વોની લુખ્ખાગીરીના દ્રશ્યો કેદ થઇ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ પર બે યુવકો દ્વારા મુસાફરો અને સ્ટાફની સાથે કરી મારામારી કરવામાં આવી હતી. આમાં એક યુવકને પતરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં સ્ટાફ પર ખુરશી વડે હુમલો કરીને મારામારી કરી હતી. જોકે, બાદમાં પોલીસે આ અસામાજિક તત્વોને પકડી લીધા હતા અને કોઇપણ કાર્યવાહી કર્યા વિના પાછા છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે છોડી મૂક્યા બાદ ફરીથી બસ સ્ટેન્ડ પર આ અસામાજિક તત્વોએ આવીને કર્મચારીઓને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધુ હતુ. 


પાકિસ્તાનમાં 7 પૂર્વ PMની થઈ ચૂકી છે ધરપકડ: ભુટ્ટોને તો અપાઈ છે ફાંસી 


આવી ઘટનાઓ છાશવારે બનતી હોવાથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ લોકો કહી રહ્યા છે કે પોલીસ કમિશનર સાહેબ આ ટપોરી છાપ ગુંડાઓને તો રોકો. ગૃહમંત્રી સાહેબ આ સડકછાપ મવાલીઓને 'પાસા'માં અંદર કરો. સ્થાનિક PI કેમ આ સડકછાપ લુખ્ખાઓને રોકવામાં નિષ્ફળ નિવડી રહી છે? આ ટપોરીઓ અમદાવાદ પોલીસની આબરૂની નીલામી કરી રહ્યા છે, તેમ છતાં પોલીસ ચૂપ કેમ છે.


જ્યાં બાવળ પણ ઉગવાનું સાહસ ન કરે તેવી ખારી જગ્યામાં ગુજરાતના ખેડૂતે હરિયાળી લહેરાવી