* સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટંન્ટ, સોલ્જર ક્લાર્ક/સ્ટોર કિપર ટેકનીકલ, સોલ્જર ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે અરજી કરી શકાશે 
* ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૬/૦૬/૨૦૨૧ થી તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી કરી શકાશે
* વેબસાઇટ www.joinindianarmy.nic.in ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જરૂરી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગુજરાતના યુવાનો લશ્કરમાં ભરતી થાય તે હેતુ તા.૦૫/૦૮/૨૦૨૧ થી તા.૨૨/૦૮/૨૦૨૧ ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કેમ્પસ ખાતે લશ્કરી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. અરજદારો સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટંન્ટ, સોલ્જર ક્લાર્ક/સ્ટોર કિપર ટેકનીકલ, સોલ્જર ટ્રેડ્સમેન જેવી વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકશે તેમ રોજગાર અને તાલીમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે. 


આ લશ્કરી ભરતીમેળામાં મધ્ય, દક્ષિણ અને ઉત્તર (પાટણ સિવાય) ગુજરાતનાં ઉમેદવારો અરજી કરી શકશે. લશ્કરી ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ આર્મીની વેબ સાઇટ www.joinindianarmy.nic.in ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. અરજદારો તા.૦૬/૦૬/૨૦૨૧ થી તા.૨૦/૦૭/૨૦૨૧  સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. આ લશ્કરી ભરતીમેળામાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર નર્સિંગ આસિસ્ટંન્ટ, સોલ્જર ક્લાર્ક/સ્ટોર કિપર ટેકનીકલ, સોલ્જર ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે  લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે. અરજદારોએ લાયકાતના ધારા ધોરણ વિશે વધુ માહિતી મેળવવા વેબસાઇટ www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવાની રહેશે. 


ઓન લાઇન અરજી કરેલ અને એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારને જ લશ્કરી ભરતીમેળામાં પ્રવેશ મળશે. ભરતીમેળાનું એડમીટ કાર્ડ ઉમેદવારનાં રજીસ્ટર્ડ ઈ - મેઇલ આઈ.ડી પર તથા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસ.એમ.એસ.ના માધ્યમથી તા.૨૧/૦૭/૨૦૨૧ થી મોકલવામાં આવશે. જેની પ્રિન્ટ આઉટ લઈ તેમા દર્શાવેલ તારીખ અને સમય મુજબ ભરતીમેળાના સ્થળે એડમીટ કાર્ડ સાથે અચૂક હાજર રહેવાનું રહેશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, આર્મી રેલીમાં ઉમેદવારોએ શારીરિક કસોટી, મેડિકલ કસોટી અને ત્યાર બાદ લેખિત કસોટીમાં પાસ થવુ જરૂરી છે. ભરતી પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રવર્તમાન કોવિડ-૧૯ અંગેની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube