ઉદય રંજન/અમદાવાદ: ગોમતીપુર પોલીસ મથકે નોંધાયેલી લવ જેહાદ અંગેની ફરિયાદમાં પોલીસે ગુનામાં સામેલ મુખ્ય આરોપીની અટકાયત બાદ ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તેની તપાસ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં આગામી 2 દિવસ કેવો પડશે વરસાદ? ગુજરાતમાં 4 દિવસ ધડબડાટી બોલાવશે મેઘરાજા


અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ધર્મ પરિવર્તન કેસમાં આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બેન્ક એકાઉન્ટની સાથો સાથ તેણે મુંબઈમાં જે જગ્યાએ ધર્મ પરિવર્તન અને લગ્ન માટેના એફિડેવીટ કરાવ્યા તે તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે, સાથે જ તે કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલો છે કે તેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 


'હાથી પાછળ કૂતરા ભસ્યા કરે, ચૈતરની કોઈ હેસિયત નથી કે જીતી શકે: સરકારના આંકડા બોલે છે


પ્રેમ જાળમાં ફસાવી હોટલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારી તેનો બિભત્સ વિડીયો બનાવી તેને મુંબઈ લઈ જઈને મરાઠીમાં લગ્ન અને ધર્મ પરિવર્તન અંગેનો એફિડેવીટ કરાવી યુવતીની જાણ બહાર તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે તેવું એફિડેવીટ કરાવ્યું હતું અને બાદમાં યુવતી સાથે લગ્ન કરી લીધા છે તેવુ જણાવી શરીર સંબંધ બાંધી તેને ગર્ભવતી કરીને ઉત્તરપ્રદેશમાં પોતાના વતનમાં લઈ જઈ ઘરમાં તરછોડી યુવક અમદાવાદ અને મુંબઈ રોકાતો હતો. જે બાદ આરોપીની માતા અને પિતા દ્વારા તેની સાથે કામવાળી જેવો વ્યવહાર અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અંગે દબાણ કરતા હતા તેમજ દિયર તેની આબરુ લેવા માટે છેડતી કરતો હતો.


આ આગાહીથી ઉડી જશે વર્લ્ડકપ આયોજકોના હોંશ! અ'વાદમાં રમાનારી ફાઈનલનો થશે ફિયાસ્કો?


યુવતીને કોઈની સાથે વાતચીત કે ટેલિફોનિક વાતચીત પણ કરવા ન દેતા તેમજ 7 વર્ષ સુધી ઘરમાં જ ગોંધી રાખતા અંગે યુવતીએ હિંમત કરી આંખોમાં દેખાતુ નહોવાથી ચશ્મા બનાવવાનું બહાનું કરી ઘરમાંથી ભાગી અમદાવાદ આવી ગઈ હતી અને પરિવારને પોતાની આપવિતી જણાવતા આ અંગે ગોમતીપુર પોલીસ મથકે ઈકબાલ અંસારી તેના માતા પિતા અને ભાઈ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે મુખ્ય આરોપી ઈકલાબ અંસારી હોય તેને ઝડપી પોલીસે રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.


દરેક શેર પર 550 રૂપિયાનો ફાયદો, આ IPOમાં દાવ લગાવવાની છેલ્લી તક, જાણો વિગત