મૌલિક ધામેચા/અમદાવાદ : 14 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાત ATSના સકંજામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા કુખ્યાત આરોપીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. ગુજરાત ATSની ગિરફતમાં રહેલ કુખ્યાત અશરફ નાગોરીની મહારાષ્ટ્ર ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી છેલ્લાં 9 મહિનાથી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર નવાપુરામાં પોતાની ઓળખ બદલી છુપાઈ રહેતો હતો. જો કે ATSને બાતમી મળતાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી અશરફ નાગોરી અને તેનાં ચાર સાગરીતો વિરૂદ્ધ 11 જાન્યુઆરી રોજ સુરત લાલગેટ પોલીસ સ્ટેશન ગુજસીટોક ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી અશરફ અને તેનાં સાગરીતોએ એડવોકેટ હસમુખલાલ પર જીવલેણ હુમલો કરી ફાયરિંગ કર્યું હતુ. જેમાં 3 આરોપી ધરપકડ થઈ છે અન્ય એક સાગરીત ફરાર છે જેની પોલીસે તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં રાજકારણ બન્યું લોહિયાળ, દિગ્ગજ નેતા અને તેના પુત્રની જાહેરમાં હત્યા, 4ની ધરપકડ


આરોપી અશરફ નાગોરી ગુનાહિત કુંડળી પર નજર કરીએ તો અમદાવાદ વર્ષ 2003માં નોંધાયેલ જેહાદી ષડ્યંત્ર ગુનામાં આરોપી અશરફ નાગોરી સહિત 54 આરોપી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અશરફ સાત વર્ષ જેલ રહ્યો હતો. આ ઉપરાંત 11 આમ્સ એક્ટ ગુના બનાવટી દસ્તાવેજ બનાવી છેતરપિંડી અને હત્યા પ્રયાસના ગુનામાં સંડોવણી સામે આવી હતી. જેમાં ધણા ગુનાઓમાં ફરાર પણ હતો.ગુજરાત ATS  આરોપી ધરપકડ બાદ સુરત પોલીસ સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.


યુવતી પર ફોટોગ્રાફરે દુષ્કર્મ આચર્યું, વકીલ પાસે ગઇ તો વકીલે પણ અને ડોક્ટર પાસે ગઇ તો ડોક્ટરે પણ...


સુરતના ચોક બજારમાં, ઉમરા, ઉધના, લાલગેટ, કતારગામ, સલાબતપુરા અને ક્રાઇમ બ્રાંચમાં આરોપી અશરફ વિરૂદ્ધ 14 જેટલાં ગુના નોંધાયા છે. જેની ગેંગનો મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ગજની અંસારી પોલીસને થાપ આપી હજી પણ ફરાર છે. જેથી પોલીસને શંકા છે કે, આરોપી કોઈ ગંભીર ગુનાને અંજામ આપી શકે છે ત્યારે જોવું એ રહ્યુ કે સુરતને માથે લેનાર કુખ્યાત આરોપી પકડાય છે કે પછી વધું એક ગભિર ગુનો કરી પોલીસને પડકાર ફેંકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube