અમદાવાદ : ગુજરાતમાં કોરોના જે સ્પિડથી વધી રહ્યો છે તેને જોતા સ્થિતી ધીરે ધીરે વધારે ગંભીર બને તેવી શક્યતાઓ છે. જેના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને લોકડાઉન અંગે ટકોર પણ કરવામાં આવી છે. કોરોનાની ચેઇન તોડવા માટે કોઇ મોટુ પગલું લેવું જરૂરી હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે સરકારને પણ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. જેના પગલે લોકડાઉન થાય તેવી શક્યતાઓને જોતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD ની ગંભીર સ્થિતિને જોતા SVP માં બીજી તમામ સારવાર બંધ કરી કોરોનાની જ સારવાર થશે


જો કે સરકાર લોકડાઉન કરે કે કેમ તે અંગે હજી સુધી કોઇ જ નિર્ણય થયો નથી. પરંતુ વિકેન્ડ કર્ફ્યૂની શક્યતાઓને જોતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત હાઇકોર્ટેને મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર લોકડાઉન કરે કે ન કરે પરંતુ હાઇકોર્ટે લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. હાઇકોર્ટ 10 એપ્રીલથી 14 એપ્રીલ સુધી બંધ રહેશે. સમગ્ર હાઇકોર્ટમાં સાફસફાઇ અને સેનિટાઇઝેાશનની કામગીરીના કારણે બંધ રહેશે. તેનો નિર્ણય ખુદ ચિફ જસ્ટિસ દ્વારા લેવામાં આવ્યો હતો. હાઇકોર્ટ પાંચ દિવસ સુધી બંધ રહેશે. 


LOCKDOWN અંગે CM એ રાખી લટકતી તલવાર, નહી કહીને ઘણુ બધુ કહ્યું


અત્રે ઉલ્લેખનીય છે કે, 10 અને 11 તારીખે શનિ રવિ હોવાના કારણે હાઇકોર્ટ બંધ જ રહેતી હોય છે. તો બીજી તરફ 13 અને 14 તારીખે ચેટિચંદ અને આંબેડકર જયંતી હોવાનાં કારણે હાઇકોર્ટ બંધ રહેતી હોય છે. તેવામાં એક દિવસ વધારે લંબાવીને ચિફ જસ્ટિસ દ્વારા પાંચ દિવસનાં સેનિટાઇઝેશન અને સફાઇ કામગીરી માટે રજાની જાહેરાત કરી દેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube