LOCKDOWN અંગે CM એ રાખી લટકતી તલવાર, નહી કહીને ઘણુ બધુ કહ્યું

  હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી. 

LOCKDOWN અંગે CM એ રાખી લટકતી તલવાર, નહી કહીને ઘણુ બધુ કહ્યું

સુરત:  હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી. પણ સાવચેતી રાખવાની તેટલી જ જરૂર છે. તેટલા માટે જ વેક્સિનેશન આપણે વધાર્યું છે. હાલમાં ગુજરાતમાં રોજનાં 4 લાખથી વધારે લોકોનું રસીકરણ થઇ રહ્યું છે. 

70 લાખ લોકોને રસી અપાઇ ચુકી છે. ઝડપથી વેક્સિન અપાવા લાગે અને બીજો રાઉન્ડ પણ 40 દિવસે પુર્ણ થાય તે આપણા માટે મોટી સારવાર આપણા હાથમાં આવી છે. જે અગાઉના દિવસોમાં આ હથિયાર નહોતું. વેક્સિન બધા લગાવે તેવી હું અપીલ પણ કરૂ છું. આ ઉપરાંત માસ્ક એ કોરોનાથી બચવાનો સૌથી મોટો ઉપાય છે. જે લોકો માસ્ક પહેરે છે તે પૈકી 98 ટકા લોકો કોરોનાથી બચી જાય છે. માસ્ક અને વેક્સિન આપણી પાસે બે શશ્ત્રો છે. સરકારની જવાબદારી છે કે કોરોનાનુ સંક્રમણ તે ઓછામાં ઓછઆ લોકોને થાય તે માટે આપણે ટેસ્ટિંગ વધાર્યું છે. અગાઉ 60 હજારની આસપાસ ટેસ્ટિંગ કરતા હતા. જે હવે વધારીને ડબલ કરી દીધું છે. 
જેટલા કેસ મળે તેની ઝડપી સારવાર મળે તેવો પ્રયાસ છે. ટેસ્ટિંગ પછી ટ્રેસિંગ પર પણ ખુબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી કોરોના જ્યાં ક્યાંય પણ હોય તેને સાફસુફ કરી શકાય. જેને પોઝિટિવ કેસ આવ્યા તેની સારવાર ઝડપથી થાય તેના માટે સરકારે 104ની વ્યવસ્થા કરી છે. કોઇને તેમ લાગે કે શરદી તાવ છે તો સરકાર તરફથી ડોક્ટર અને વાન ત્યાં પહોંચશે અને સારવાર ચાલુ થઇ જશે. સંજીવની રથ પણ આપણે શરૂ કર્યા છે. જેને હોમ ક્વોરન્ટાઇન છે તેમના માટે સંજીવની છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ સુરતમાં 50 સંજીવની રથ વધારવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રેમેડિસિવિર ઇન્જેશન માટે જે પ્રકારે નાગરિકો પરેશાન થઇ રહ્યા છે તે જોતા હવે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રેમેડિસિવિર બનાવતી કંપની સીધા જ ઇન્જેક્શન ગુજરાતને પુરા પાડશે. તે ઇન્જેક્શન સીધા જ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પુરા પાડવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં આ ઇન્જેક્શન ફ્રી આપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત અનુસાર પુરા પાડવામાં આવશે. આ ઉપરાંત 300 વેન્ટિલેટર પણ પુરા પાડવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ લોકડાઉન અંગે કાંઇ પણ કહેવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, હાઇકોર્ટની ટકોર અંગે મને પણ તમારા માધ્યમથી જ જાણવા મળ્યું છે. અમારી સાંજે ગાંધીનગરમાં પણ બેઠક છે. તેમાં હાઇકોર્ટનાં ચુકાદાનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન અંગે તેમણે કાંઇ નહી કહીને ઘણુક હ્યું હતું. તેમણે ઇશારા ઇશારામાં કહ્યું હતું કે, નાગરિકોનું હિત સરકાર માટે સર્વોપરી છે. સરકાર કોરોના સામેની લડાઇમાં ક્યાંય પણ પાછી પાની કરવાનો ઇરાદો નથી. જો કે માસ્ક પહેરવું જરૂરી છે. જે લોકો યોગ્ય રીતે માસ્ક પહેરે છે તે પૈકીનાં 98 ટકા લોકોને કોરોના થતો નથી. નોંધનીય છે કે, જેથી બિટવીન ધ લાઇનેત ેમણે કીધું કે તમામ નિયમોનું નાગિરકો પાલન કરશે તો લોકડાઉનની શક્યતા નથી પરંતુ જો તેઓ મનફાવે તેમ વર્તશે અને કેસ વધશે તો ચોક્કસ રીતે લોકડાઉન કરવામાં આવી શકે. કારણ કે નાગિરકોનું હિત સર્વોપરી છે. તેવું તેમણે કહ્યા વગર પણ ઇશારા ઇશારામાં કહી દીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news