અર્પણ કાયદાવાલા/અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સૂત્રને શ્રમજીવી મહિલાઓ સાર્થક કરી રહી છે. Amc ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નવતર વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના 7 ઝોનમાં આવેલા 8 રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પર સૂકો કચરો એકઠો કરાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરભરમાં 750 થી વધુ મહિલાઓ આ પ્રકારે આજીવીકા મેળવી રહી છે. એકઠા થતા કચરાને મહિલાઓ કરે છે જરૂરિયાત મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. દિવસના અંતે તેઓ સૂકા કચરાનું વિવિધ ભાવ મુજબ વેચાણ કરે છે. કચરો વીણતી મહિલાઓ દૈનિક 250 થી 300 રૂ.ની કમાણી કરે છે. 


અગાઉ તેઓને કચરો વીણવા ગલીએ ગલીએ ફરવું પડતું હતું. અનેક સ્થળે ફર્યા બાદ પણ આવક મળતી નહોતી. હવે amc દ્વારા એકઠા કરાતા કચરામાંથી એક જ સ્થળે મટીરીયલ મળતા રહેશે. મહિલાઓ માટે amc દ્વારા આનુષાંગિક વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતી મહિલાઓ કચરામાંથી પણ કમાણી કરી રહી છે. 


હાલ તો તંત્ર દ્વારા પણ આ મહિલાઓની ખુબ જ મદદ કરી રહ્યા છે. જેથી આ મહિલાઓ આત્મનિર્ભર બને અને મહત્તમ આવક પણ મેળવી શકે. કચરાના સેગ્રીગેશનનું કામમાં આ મહિલાઓ વધારે નિષ્ણાંત બને તેવા પ્રયાસો કરતી રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube