Ahmedabad HeavyRains: હવામાન વિભાગે અમદાવાદમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, ત્યારે અમદાવાદમાં સમી સાંજે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં સમી સાંજે ભારે પવન સાથે મેઘરાજા અમદાવાદમાં તોફાની બેટિંગ કરી છે. હાલમાં અમદાવાદના એસ.જી હાઈવે, વેજલપુરમાં, પ્રહલાદનગર, સેટેલાઈટ, શિવરંજની, નહેરુનગર, શ્યામલ ચાર રસ્તામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાર અને તથ્યનું જૂનું કનેક્શન...! આ VIDEO જોઇ કહેશો એ દિવસે પકડાયો હોત તો સારું થાત!


આ સાથે જ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વરસાદના કારણે ઝીરો વિઝિબિલીટી થઇ ગઇ છે. ધોધમાર વરસાદથી ઓફિસથી ઘરે જઇ રહેલા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ ધોધમાર વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી પણ ભરાયા છે. સાંજના સમયે ધોધમાર વરસાદ પડતા શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હાલ ચાર અન્ડરપાસ બંધ કરવામાં આવ્યા છે. જેમાં મીઠાખળી, કુબેરનગર, અખબારનગર અને ઉસ્માનપુરા અંડરપાસ બંધ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે વાસણા બેરેજના 5 ગેટ 1. 50 ફૂટ ખોલવામાં આવ્યા છે.


આ ભયંકર VIDEO's તમને હચમચાવી દેશે! લોકોની ચીસાચીસ, 'દીદી પપ્પા તણાયા, બાપા તણાયા...!


હવામાન વિભાગે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે અને તોફાની મૂડમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી ત્યારે આજે જૂનાગઢ અને અમરેલીમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે. 


Video: જૂનાગઢમાં આભ ફાટ્યું, વરસાદના લીધે કારો તણાઇ, પર્વતનું પાણી શહેરમાં ઘૂસ્યું


જૂનાગઢ અને અમરેલી બેટમાં ફેરવાઇ ગયા છે ત્યાં જ જૂનાગઢમાં તો માલસામાનને ખુબ જ નુક્સાન પહોંચ્યું છે. ત્યાં જ આજે સમી સાંજે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે.


Gujarat Rain: જુનાગઢના આ દ્રશ્યો રૂવાડા ઉભા કરશે! રસ્તાઓ પર ગાડીઓ રમકડાની જેમ તણાઈ