Video: જૂનાગઢમાં આભ ફાટ્યું, અનાધાર વરસાદના લીધે કારો તણાઇ, ગિરનાર પર્વતનું પાણી શહેરમાં ઘૂસ્યું
Junagadh Heavy Rain: સતત વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે.
Trending Photos
Junagadh Rain Video: જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, મેઘો ખમૈયા કરવાનું નામ લઇ રહ્યો નથી. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે, જેના લીધે જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી.. જોવા મળી રહ્યા છે. જાણે શહેર વચ્ચે નદી વહી રહી હોય એવું લાગી રહ્યું છે.
મોંઘીદાટ ગાડીઓ પર ફરી વળ્યા પૂરના પાણી, જૂનાગઢના આ વીડિયો હેરાન કરી દેશે#junagadh #heavyrain #monsoon #GujaratRains #rainfall #rainforest #ZEE24KALAK pic.twitter.com/9YnMEupjDr
— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2023
આફત બનીને ત્રાટકેલા વરસાદના લીધે કલેક્ટર ,એસપી ,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા પર આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તથા હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે.
જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે 'ઘરની બહાર ન નીકળવા' SPની જનતાને અપીલ #GujaratRains #Monsoon #Monsoon2023 pic.twitter.com/aKhObKpQzh
— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2023
ગિરનાર પર્વત પર વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે આ પહેલાં જુનાગઢમાં આવો વરસાદ ક્યારે ખાબકયો નથી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વહી રહ્યા છે. જેને લીધે કારો રમકડાંની માફક તણાતી જોવા મળી રહી છે. વરસાદના લીધે પાણીનો પ્રવાહ જાણે શહેરની ચીરીને નદીની માફક વહી રહ્યો છે.
જૂનાગઢમાં જળબંબાકાર: સક્કરબાગનું પાર્કિંગ પાણીથી ભરાઈ ગયું, જુઓ આ વીડિયો#Junagadh #Rains #monsoon #Video #ZEE24Kalak pic.twitter.com/gOejlxE7E6
— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2023
સતત વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે.
'દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા' બૂમો પાડી પણ કોઈ બચાવી ન શક્યું.. જૂનાગઢમાં જળબંબાકાર#Junagadh #Rains #Monsoon #Junagadhrains #gujarat #news #ZEE24Kalak pic.twitter.com/KAOq9L9kR5
— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં આજ સવાર સુધીમાં વિસાવદરમાં 8 ઇંચ, ભેંસાણ-મેંદરડામાં દોઢ- દોઢ ઇંચ, કેશોદમાં 9 ઇંચ, માળીયા હાટીના, વંથલીમાં પોણો પોણો ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે
વરસાદ બાદ ગીરનાર પાસે સર્જાયા રમણીય દ્રશ્યો, પગથિયા પરથી વહ્યું પાણી#Monsoon #Monsoon2023 #GujaratRains pic.twitter.com/WN3YuMjcQP
— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2023
જ્યારે વિસાવદર શહેર તેમજ પંથક માં મેઘરાજા જાણે રુદ્ર રૂપ દેખાડી રહિયા હોય તેમ બે કલાકમાં 8 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે નદી નાળા છલકાઈ ગયા હતા તેમજ ધારી બાયપાસ માં અંડર બ્રિજ માં પસાર થતો બોલેરો પિકઅપ ગાડી પસાર થતી વખતે એકાએક પાણી ના ભારે પ્રવાહ મા ફાસાઈ ગયું હતું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે