અર્પણ કાયદાવાલા/અમદાવાદ :એક દિવસમાં ગુજરાતમાં કોરોનાના નવા 5677 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. તો અમદાવાદમાં 14 મે પછી પહેલીવાર નવા 2567 કેસ નોંધાયા છે. અમદાવાદમાં વધતા જતા કેસ ચિંતાનો વિષય બની રહ્યો છે. આવામાં દર્દીઓમાં કોરોનાનો ફેલાવો ન થાય તે માટે એએમસી તંત્ર સક્રિય થયુ છે. કોરોનાના દર્દીઓ માટે AMC દ્વારા સંજીવની ટેલિ મેડિસિન સેવા શરૂ કરાઈ છે. હવે અમદાવાદમા એક ફોનથી ડોક્ટરનું માર્ગદર્શન મળી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નંબર પર ફોન કરવો 
AMC દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટેલિફોન નંબર 14499 પર ફોન કરવાથી તબીબી સલાહ અને માર્ગદર્શન મળશે. AMC સંચાલિત સંજીવની કોરોના ઘર સેવા ટીમ પણ ઘરે જઈને કોરોનાના દર્દીઓનું ચેકઅપ કરશે. આ સેવા કોરોના પોઝીટીવ આવેલ અને હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે છે. જે આજથી જ કાર્યરત થશે અને તે 24 કલાક ઉપલબ્ધ રહેશે. આથી જરૂર જણાયે અમદાવાદ શહેરના નાગરિકો કે જેઓ કોરોના પોઝીટીવ છે અને તબીબી સલાહ- માર્ગદર્શનની જરૂરિયાત છે તેઓ આ હેલ્પલાઇન પર ફોન કરી ડોક્ટરનું ટેલી કન્સલટેશન મેળવી શકશે.


આ પણ વાંચો : ઠાકોર પરિવાર કાળમુખી અકસ્માતનો કોળિયો બન્યો, માતાજીના મંદિરે જતા 3 ના મોત


ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે પણ મોટાભાગના દર્દીઓ હોમ આઈલોશેનમાં છે. આવામાં દરેક દર્દી ઘરે રહીને ડોક્ટરની સર્વિસ અફોર્ડ કરી શકે તેમ નથી હોતું. તેથી એએમસી દ્વારા ટેલિફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ટીમ સમયાંતરે દર્દી સાથે સંપર્કમાંર હેશે. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંજીવની ટેલિ મેડિસીન સર્વિસ શરૂ કરવામાં આવે છે. આ નંબર પર ફોન કરનારને તબીબી સલાહ અને માર્ગદર્શન આપવામા આવશે. 


ગુજરાતમાં પૈસાદાર વર્ગમાં કોરોનાનો ફફડાટ, ત્રીજી લહેરથી બચવા લઈ રહ્યાં છે ખાસ થેરાપી


બીજી તરફ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે Zee 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ સામે સરકારે તૈયારી કરી લીધી છે. બીજી લહેર બાદ સરકારે પથારીઓ, દવાઓ, ઓક્સિજન પ્લાન્ટ પર કામ કર્યું છે. આજે એક સાથે દર્દીઓ દાખલ કરવા પડે તો પણ તંત્રની તૈયારી છે. લોકોને ઓક્સિજનની ઘટ ન પડે તેની તકેદારી રાખી છે. લાઈફ સેવિંગ ડ્રગનો પણ પર્યાપ્ત સ્ટોક કેન્દ્ર સરકારે આપ્યો છે. રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે તેનું લોકો પાલન કરે. ગાઈડલાઈન પાળશે તો સંક્રમણ પણ કાબુમાં આવશે. કોઈ પણ વ્યક્તિ ભીડ ભેગી ન કરે અને ગાઈડલાઈનનું પાલન કરે. કોરોના અંગે નાગરિકો ધ્યાન રાખશે તો આ મહિનાના અંત સુધીમાં કેસો ઘટી જશે. નાગરિકોનો સહયોગ રહ્યો તો લહેરના અંત તરફ આપણે જલ્દી પહોંચી જઈશું. સરકાર પાસે રસીનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તરુણોમાં પણ રસીકરણ અંગે ઉત્સાહ છે. 17 લાખથી વધુ તરુણોને પહેલો ડોઝ આપી દીધો છે. પ્રિકોશનરી ડોઝ અંગે પણ તૈયારીઓ થઈ ચૂકી છે. 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર અને કો-મોર્બીડ સિનિયર સીટીઝનને રસી અપાશે.