ગુજરાતમાં પૈસાદાર વર્ગમાં કોરોનાનો ફફડાટ, ત્રીજી લહેરથી બચવા લઈ રહ્યાં છે ખાસ થેરાપી

કોરોનાની ત્રીજી લહેર (third wave) થી બચવા અને કોરોના ન થાય તે માટે અને જો થાય તો જલદી સ્વાસ્થ્ય ઠીક થઈ જાય તે માટે એક નવી થેરાપી ટ્રેન્ડિંગમાં આવી છે. ગુજરાત સહિતના દેશના પૈસાદાર લોકો હાલ મોનોક્લોનલ કોકટેલ એન્ટિબોડી (monoclonal antibodies) થેરપી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બે ડ્રગ ભેગી કરીને સેલાઈન સાથે અપાતી આ થેરેપીમાં 10 મિલીના એક ડોઝ માટે 70 હજારથી 1.25 લાખ રૂપિયા ચાર્જ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે.  આ ઈન્જેક્શનની ખાસિયત એ છે કે, તે કોરોનામાં મોડરેટ દર્દીઓની સારવાર માટે વપરાય છે. તેમજ તેનાથી મોતની શક્યતા 70 ટકા સુધી ઘટાડી શકાય છે.
ગુજરાતમાં પૈસાદાર વર્ગમાં કોરોનાનો ફફડાટ, ત્રીજી લહેરથી બચવા લઈ રહ્યાં છે ખાસ થેરાપી

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની ત્રીજી લહેર (third wave) થી બચવા અને કોરોના ન થાય તે માટે અને જો થાય તો જલદી સ્વાસ્થ્ય ઠીક થઈ જાય તે માટે એક નવી થેરાપી ટ્રેન્ડિંગમાં આવી છે. ગુજરાત સહિતના દેશના પૈસાદાર લોકો હાલ મોનોક્લોનલ કોકટેલ એન્ટિબોડી (monoclonal antibodies) થેરપી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બે ડ્રગ ભેગી કરીને સેલાઈન સાથે અપાતી આ થેરેપીમાં 10 મિલીના એક ડોઝ માટે 70 હજારથી 1.25 લાખ રૂપિયા ચાર્જ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે.  આ ઈન્જેક્શનની ખાસિયત એ છે કે, તે કોરોનામાં મોડરેટ દર્દીઓની સારવાર માટે વપરાય છે. તેમજ તેનાથી મોતની શક્યતા 70 ટકા સુધી ઘટાડી શકાય છે.

મોટાભાગના લોકો પોઝિટિવ આવ્યાના શરૂઆતના બે ત્રણ દિવસમાં જ આ ઇન્જેક્શન લઈને નિશ્ચિંત બની જવાનો સંતોષ લઈ રહ્યા છે. જો કે બીજી બાજુ તબીબોનો એવો મત છે કે ઓમિક્રોનના કેસમાં તેની કોઈ અસર થતી નથી. સામાન્ય રીતે માઈલ્ડ કે મોડરેટ ચેપ હોય તો તબીબો તેની સલાહ આપે છે, હાઈ રિસ્ક કેટેગરીમાં તે આપવાની સલાહ નથી અપાતી. 

આ ઈન્જેક્શનની ખાસિયત
જો કોરોના સંક્રમિત વ્યક્તિને 7 દિવસની અંદર આ દવાનો ડોઝ આપવામાં આવે તો એમાં 70-80% લોકો કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. તેમણે હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી. મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી ઈલાજ કરવાનું ચલણ સૌથી વધુ અમેરિકા અને યુરોપમાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, ગાંગુલીએ લીધી છે આ થેરાપી
નોંધનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સૌરવ ગાંગુલીએ પણ આ થેરપી લીધી હતી, ત્યારે આ થેરપી વિશે ચર્ચા જાગી હતી. જોકે તે મોંઘી હોઈ હાલમાં અમદાવાદમાં પૈસાદાર લોકો જ તેને લઈ રહ્યા છે, તેનો એટલો ટ્રેન્ડ છે કે લોકો કોવિડ પોઝિટિવ આવતા સામેથી ડોક્ટરને તે આપવાનું કહે છે. તેમાં બે 10 મિલી વાયલનો સેટ આવે છે જેમાંથી 2 ડોઝ આપી શકાય છે. બંને વાયલમાંથી 5-5 મિલી ઇન્જેક્શનમાં ભરીને સેલાઈનમાં અપાઈ રહ્યું છે. તેને ખોલ્યા પછી 36 કલાકમાં તે એક્સપાયર થઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news