Ahmedabad News : અમદાવાદમાં તેજ રફ્તારના શોખીનોને હવે દિવસેને દિવસે પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે. અમદાવાદના રસ્તાઓ પર દારૂ ઢીંચીને બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જવો હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. અમદાવાદના દરેક અઠવાડિયામાં આવા અકસ્માતના કિસ્સા બની રહ્યા છે, જેનો ભોગ અન્ય વાહનચાલકો બની રહ્યાં છે. અમદાવાદમાં ફરી એકવાર આવો અકસ્માત સર્જાયો છે, જેમાં કાર ચાલકની ટક્કરથી એક્ટીવા પર સવાર બે યુવકોના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામથી નરોડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સફેદ કલરની ક્રેટા કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. કારે ડિવાઈડર કૂદી ગાડી રોંગ સાઈડ પર જઈને એકટીવા સવાર યુવકોને કચડ્યા હતા. ક્રેટા ચાલકે એકટીવાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 


ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહી


પૂરઝડપે આવેલી ક્રેટા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ જઈને એક્ટીવા સાથે સીધી ટકરાઈ હતી. જેમાં એક્ટીવા પર સવાર બે યુવકો અમિત રાઠોડ અને વિશાલ રાઠોડને ટક્કર લાગી હતી. બંને યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. 


તો બીજી તરફ. ગાડીનો ડ્રાઈવર ગોપાલ પટેલ નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ગોપાલ પટેલ નરોડા વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. 


હજી ગત અઠવાડિયે જ એક નશામાં ધૂત કાર ચાલકે બોપલ વિસ્તારમાં ચારથી પાંચ ગાડીઓને અડફેટે લીધી હતી, અને ઉપરથી આ કારચાલકે પકડાયા બાદ પણ પોતાનો પાવર બતાવ્યો હતો. ત્યારે હવે ગણતરીના દિવસોમાં બીજો અકસ્માત સર્જાયો છે. 


વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનુ બંધ કરો, નહિ તો હિસાબ કરતા આવડે છે