અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદની ઓળખ સમાન લાલ બસ એટલે કે AMTS બસ તેની ઓળખ ધીમે ધીમે ગુમાવી રહી છે. AMTS દ્વારા છેલ્લા 10 વર્ષમાં અકસ્માતની તો ભરમાર થઇ છે. તેવામાં AMTSના ડ્રાઈવરો માટે બનાવાયેલું ટ્રેનિંગ સેન્ટર હાલ ધૂળ ખાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને બખ્ખાં


હજુ થોડા દિવસ પહેલા જ શહેરમાં વિશાલા સર્કલ પાસે એએમટીએસ બસે ગાડી, રિક્ષા અને લોડિંગ ટેમ્પા સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં બે વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઇ હતી. તે સમયે amts સાશકો અને અધિકારીઓ લંડનમાં સ્ટડી ટુર માટે ગયેલા હતા. પરંતુ બેલગામ ચાલતી એએમટીએસ બસ આજે પણ લોકોને યમદૂત બની ફરી રહ્યા હોવાનો અહેસાસ કરાવે છે. 


એપ્રિલથી જૂન સુધી પડશે ભારે ગરમી, તાપમાનમાં થશે વધારો, જાણો હવામાન વિભાગની આગાહી


એએમટીએસની પોતાની બસોના છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તે જ રીતે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચલાન કરતી બસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. ત્યારે અકસ્માત ન સર્જાય અને બસ યોગ્ય રીતે ચલાવાય એ માટે amts દ્વારા વર્ષ 2017 માં પોતાના જમાલપૂર ટ્રાન્સપોર્ટ હાઉસની સામે જ એક ટ્રેનિંગ સેન્ટર ઉભું કરાયુ છે, પણ એની સ્થિતિ જોતા એમ પ્રશ્ન થાય કે છેલ્લે એના ગેટ ક્યારે ખોલવામાં આવ્યા હશે. 


જો તમે શાકાહારી હોવ અને ચાંદીની વરખવાળી મીઠાઇ ખાતા હોવ તો આટલું વાંચી લેજો?


બીજી તરફ સમગ્ર મામલે amts ચેરમેનને પૂછવામાં આવતા તેઓ પોતાની સ્ટડી ટુર મામલે મોટી મોટી વાતો કરી રહ્યા છે. પણ બંધ પડેલા ટ્રેનિંગ સેન્ટર મામલે તેઓ પોતે સ્વીકારી રહ્યા છે કે આ સ્થળે છેલ્લે 2022 માં ફેબ્રુઆરીથી માર્ચ દરમ્યાન 800 ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવી હતી. 


ઉનાળામાં કેરી ખાવી જ જોઈએ.. કેરી શરીર માટે છે ફાયદાકારક, ખાવાથી આ સમસ્યાઓ થાય છે દુર


નોંધનીય છે કે એએમટીએસ બસ અમદાવાદીઓની લાઇફલાન છે. એએમટીએસમાં પ્રતિદિન પાંચથી છ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આ ઉપરાત શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ amts બસ સેવા ચાલી રહી છે. AMTS બસ હાલ માનીતા કોન્ટ્રાક્ટરોને ધનસંચય માટે આપી દેવામાં આવી હોય તેમ લાગે છે. કારણ કે ખાનગી સંચલાકોની બસે જ સૌથી વધુ અકસ્માત સર્જયા છે. 


આ તો જબરું હો! વાપીમાં મેદાનમાં નહીં પરંતુ હાઈરાઈઝ બિલ્ડીંગના ટેરેસ પર યોજાઈ ક્રિકેટ


એએમટીએસ દ્વારા ખાનગી ઓપરેટરોનો મસમોટી રકમ ચુકવામાં આવે છે. તેમ છતા ખાનગી ઓપરેટર વધુ પૈસા કમાવાની લાલચમાં આખરે બસ યોગ્ય સમયે મેઇન્ટેન્સ કરતા નથી. જેના ભાગ રૂપે આજે અકસ્માતની ભરમાર જોવા મળી રહી છે. એએમટીએસ તંત્ર આવા કમાવાની લાલચમા વાળા ઓપરેટર સામે ક્યારે કાર્યવાહી કરશે. અને ઓપરેટરો માણસના જીવને ક્યારે મુલ્યવાન ગણશે તે જોવાનું રહે છે.