આ તો જબરું હો! ઔધોગિક નગરીમાં મેદાનમાં નહીં પરંતુ હાઈરાઈઝ બિલ્ડીંગના ટેરેસ પર યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ

હવે આવી ગૃહિણીઓ અને નોકરીયાત મહિલાઓમાં અને યુવતીઓમાં રમતગમતની રુચિ વધે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવા હેતુથી આ અનોખી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલા ક્રિકેટ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ તો જબરું હો! ઔધોગિક નગરીમાં મેદાનમાં નહીં પરંતુ હાઈરાઈઝ બિલ્ડીંગના ટેરેસ પર યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ

ઉમેશ પટેલ/વાપી: ઔધોગિક નગરી વાપીમાં અનોખી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. વાપીની અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ કોઈ મેદાનમાં નહીં પરંતુ હાઈ રાઈઝ બિલ્ડીંગના ટેરેસ પર યોજાઈ હતી.

ગુજરાતના આ રેલવે સ્ટેશનની એવી કાયાપલટ થશે કે પછી ઓળખી નહિ શકો એરપોર્ટ છે કે સ્ટેશન

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાપીની 11 મહિલા ક્રિકેટ ખેલાડીઓની ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં વાપીની ગૃહિણીઓ, યુવતીઓ અને વ્યવસાય અને નોકરીયાત મહિલા ક્રિકેટ ખેલાડીઓએ હાઈરાઇઝ બિલ્ડીંગના ટેરેસ પર ફટકા બાજી કરી પોતાનું કૌશલ બતાવ્યું હતું. 

આ યુવકે પોતાની વાસના સંતોષવા હદ પાર કરી,જસદણની 13 વર્ષીય કિશોરી સાથે થયો મોટો 'કાંડ'

મહત્વપૂર્ણ પૂછે કે છેલ્લા કેટલાક સમયથી હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ટેરેસ પર રમતગમત કોમ્પલેક્ષ નો ક્રેઝ વધી રહ્યો છે. શહેરી વિસ્તારમાં ભરચક રહેણાક વિસ્તારમાં ક્રિકેટ રમવાના મેદાનો ખૂબ ઓછા જોવા મળે છે. તેના વિકલ્પ રૂપે હવે હાઇરાઇઝ બિલ્ડીંગોના ટેરેસ પર રમતગમત સંકુલ નો ક્રેઝ વધી રહ્યો છે. 

વર્ષો પછી ફરી સહારાએ લોકોને કર્યા બેસહારા, લાખોને લગાવ્યો ચુનો! 44 વિરુદ્ધ ફરિયાદ

મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં ઘરના કામકાજની સાથે નોકરી વ્યવસાયમાં મહિલાઓ આગળ વધી રહી છે. આથી પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ છે. ત્યારે હવે આવી ગૃહિણીઓ અને નોકરીયાત મહિલાઓમાં અને યુવતીઓમાં રમતગમતની રુચિ વધે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવા હેતુથી આ અનોખી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલા ક્રિકેટ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને હાઇરાઇઝ બિલ્ડીંગના ટેરેસ પરથી ફટકાબાજી કરી હતી. 

એ ભાઈ.. જરા દેખ કે ચલો... 5, 10 નહીં, આજથી બદલાઈ ગયા 26 નિયમો

Trending news