અમદાવાદ : ભુતકાળમાં શહેરમાં પર્યટન સ્થળ, જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન બહાર અને સરકારી ઓફીસો પાસે ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં બોમ્બ મુકી બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર સાયકલ, બેટરીથી ચાલતા ટુ વ્હીલર જેવા વાહનો વેચાતા દુકાનના માલિકો, મેનેજરો અને એજન્ટોએ ખરીદનારને બિલ આપવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલ્લભીપુરની ઘેલો નદી બની ગાંડીતુર, સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં જિલ્લાઓમાં અવિરત મેઘમહેર

ગ્રાહકોએ કોઇપણ એક આધાર પુરાવો જેવો કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ આપવાનું રહેશે. બિલમાં ખરીદનારનું નામ સરનામું અને મોબાઇલ નંબર લખવો પડશે. બિલમાં સાયકલ સ્કુટરની ફ્રેમ નંબર પણ લખવા પડશે. આ હુકમ 15 ઓગસ્ટથી 60 દિવસ સુધી એટલે કે 13 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.


શું વડોદરા ફરી ડૂબશે? 16 ફૂટ પર પહોંચી વિશ્વામિત્રી નદીની સપાટી

આ ઉપરાંત શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે મોબાઇલ ફોન મામલે પણ જાહેરનામું બહાર પાડતા જણાવ્યું કે, ગુનાહિત પ્રવૃતિ કરવા માટે કેટલાક લોકો મોબાઇલ ફોનના સીમકાર્ડનો દુરૂપયોગ કરે છે. જેથી દુકાનદારોએ મોબાઇલ ફોનના સીમકાર્ડ લેનારના રહેઠાણનો પુરાવો અને ઝેરોક્ષ રાખવી પડશે. એક્સલશીટમાં માહિતી સાચવી રાખવી પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. 


મુંબઈ રસ્તો બંધ થતાં રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ, 1 કરોડનું ડ્રગ્સ પકડાયું

શહેરમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોને મોતનો ઘાટ ઉતારવા માટે ઇન્ડિયન મુઝાહિદ્દીનના મુઝીબને માત્ર 7 હજાર રૂપિયા મોતનો સામાન ખરીદવા માટે અપાયા હતા. આતંકવાદી મુજીબે 21 સાયકલ અને 25 કિલો નટબોલ્ટ ખરીદીની બોમ્બ બનાવીને પ્લાન્ટ કરતા અમદાવાદ હચમચી ગયું છે. આ સિરિયલ બ્લાસ્ટમાં 56 ના મોત અને 150 લોકોને ઇજા પહોંચી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર