ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મદરેસા માં સર્વે કરવા ગયેલા શિક્ષક પર હુમલાની ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદની દરિયાપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલા બંને શખ્સોના નામ ફરહાન શેખ અને ફૈઝલ છીપા છે. બન્ને આરોપીઓ મદરેસા પાસે જ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100-120 કિ.મીની ઝડપે પવન ફંકાશે! ચક્રવાત નહીં ફટાય તો ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ


શનિવારે શિક્ષક સંદીપ પટેલ મદ્રેસા માં અભ્યાસને લઇ ને સર્વે માટે ગયા હતા ત્યારે મદરેસા બંધ હોવાનો ફોટો પાડતા આરોપીઓ ફરહાન શેખ અને ફૈઝલ છીપાએ વિરોધ કરી શિક્ષક સાથે તકરાર કરી હતી અને ત્યારબાદ ઝગડો કર્યો હતો. જેના કારણે આસપાસના લોકોને બોલાવીને ટોળા ભેગા કરીને પકડાયેલા આરોપી અને ટોળાએ માર માર્યો હતો. ત્યારે શિક્ષક સંદીપ પટેલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરીને અન્ય લોકોની ઓળખ કરવા અને તપાસ શરુ કરી છે.


દર મહિને માત્ર 5000 જમા કરાવીને પણ બની શકો છો કરોડપતિ...આ ગજબની ફોર્મૂલા કરશે કમાલ!


દરિયાપુર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આરોપીઓ એ શિક્ષક સંદીપ પટેલ ને મદરેસાનો ફોટો પાડવાની શું સત્તા છે તે બાબતે ઝઘડો શરુ કર્યો હતો અને મામલો ઉગ્ર થઈ જતા ટોળાએ શિક્ષક સંદીપ પર જીવલેણ હુમલો કરી સરકારી કામમાં રુકાવટ કરી હતી. હાલ દરિયાપુર પોલીસે પકડેલા બંને આરોપી ઓની તપાસ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. 


જતા જતા શું વિવાદોમાં ફસાયો ધોની? હાર્યા બાદ ધોનીએ RCBની ટીમનો હાથ પણ ના મિલાવ્યો...


બીજી તરફ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિસ્તારમાં સર્ચ હાથ ધર્યું હતું. બોર્ડીં ઓન કેમેરા સાથે વિસ્તારમાં અને મદરેસામાં હાજર મોલવી સાથે પણ પૂછપરછ કરી હતી. નજીકના સમયમાં રથયાત્રા આવી રહી છે અને દરિયાપુર માં વિસ્તાર શાંતિ જળવાઈ રહે માટે થી પ્રયાસ શરુ કર્યા છે.


સોમવારે આ શહેરોમાં બેંકોની રજા, બ્રાંચ જતા પહેલા લિસ્ટમાં ચેક કરો તમારા શહેરનું નામ