SIM Card Fraud: ગુનેગારોના હાથમાં પહોંચી રહ્યું છે તમારા નામનું સિમ કાર્ડ, અમદાવાદના આ વિસ્તારોમાં ખૂલ્યું મોટું કૌભાંડ
SOG ક્રાઇમે છેતરપિંડીની 3 ફરિયાદ નોંધી છે. એજન્ટ દ્વારા દુકાનના કર્મચારીના ફોટાનો ઉપયોગ કરીને બીજા ગ્રાહકનું સીમકાર્ડ એક્ટિવ કરીને આર્થિક ફાયદો મેળવવા ઠગાઈ કરતા હતા.
ઝી બ્યુરો/અમદાવાદ: મોબાઈલ સિમકાર્ડ ખરીદતા ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને અન્ય ગ્રાહકોને સિમ કાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOG ક્રાઇમે છેતરપિંડીની 3 ફરિયાદ નોંધી છે. એજન્ટ દ્વારા દુકાનના કર્મચારીના ફોટાનો ઉપયોગ કરીને બીજા ગ્રાહકનું સીમકાર્ડ એક્ટિવ કરીને આર્થિક ફાયદો મેળવવા ઠગાઈ કરતા હતા.
તલાટીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ, હસમુખ પટેલે આપેલી નવી માહિતી પર નજર કરી લેજો
અમદાવાદમાં છેતરપિંડીના નવા પ્રકારની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. મોબાઈલના સીમકાર્ડ ખરીદવા માટે આવતાં ગ્રાહકોની જાણ બહાર તેમની જગ્યાએ દુકાનના કર્મચારીનો ફોટોનો ઉપયોગ કરીને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને ઠગાઈ કરવાના કેસમાં બોડકદેવ, મણિનગર અને આસ્ટડીયા વિસ્તારમાંથી સીમકાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ઘોડી અને DJ બુક કરાવવા પડાપડી! મુહૂર્ત બદલાતા મહારાજની ફી ડબલ, આજથી લગ્નનો છૂટો દોર
ATS અને કોસ્ટલ સિક્યુરિટી દ્વારા અમદાવાદ પોલીસને સીમકાર્ડ અંગેના ઈનપુટ મળ્યા હતાં. જેની એસઓજી પોલીસ દ્વારા તપાસ કરતાં સીમકાર્ડ વેચનારે કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં ગ્રાહકોની અલગ અલગ વિગતો ભરીને તેમાં ગ્રાહકનો લાઈવ ફોટો અપલોડ કરવાને બદલે એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને ઘણા બધા સીમકાર્ડ એક્ટિવ કરી દીધા હતાં.
ભાજપના જ નેતાઓ દારૂ પીતા પકડાયા, વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર દરોડા
SoG તપાસ કરતા આ પ્રકારે સીમકાર્ડ એક્ટિવ કરનાર મણીનગરમાં સ્થિત માહી એન્ટરપ્રાઈઝના સંચાલક જયમીન પરમાર દ્વારા એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને અલગ અલગ વ્યક્તિના નામે 36 સીમકાર્ડ એક્ટિવ કર્યા હતાં. જ્યારે આસ્ટોડિયામાં એરટેલ કંપનીના સ્ટોરનું સંચાલન કરનાર અમન બિયાવરવાલા એ 136 સીમકાર્ડ અને બોડકદેવમાં ફૈઝન નામના એજન્ટ 86 સીમકાર્ડ એક્ટિવ કરાવ્યા હોવાનું તપસમાં ખુલતા SOG ક્રાઇમે 3 ગુના નોંધ્યા..