અમદાવાદમાં ભાજપના જ કાર્યકરે કંટાળી વીડિયો બનાવી ઝેરી દવા પીધી, કહ્યું; આજે મારો છેલ્લો દિવસ છે, પણ તમે....`
રેલીમાં ટિપ્પણી કરવા બાબતે થયેલી મારમારી અને આપઘાતના પ્રયાસના વિડીઓને લઈને હાલ તો વિવેકાનંદનગર પોલીસે ગુનો નોંધીને ઝઘડા પાછળના કારણની તપાસ શરૂ કરી છે..
ઉદય રંજન/અમદાવાદ: વિવેકાનંદનગરમાં BJP કાર્યકર્તાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. BJP ના અન્ય કાર્યકર્તા દ્વારા માનસિક ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. યુવકે વિડિઓ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિવેકાનંદનગર પોલીસે 3 કાર્યકર્તા વિરુદ્ધ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. શું હતો સમગ્ર વિવાદ?
સોના-ચાંદીના ભાવમાં ભડકો, વૈશ્વિક સંકેતોનો કારણે બુધવારે કિંમતમાં થયો મોટો વધારો
વિવેકાનંદનગરમાં સોસીયલ મીડિયા પર વિડિઓ બનાવીને BJP ના કાર્યકર્તા મિતાશું દરજીએ ઝેરી દવા ગટગટાવી દીધી.. આ વિડિઓ સોસીયલ મીડિયા પર વાયરલ થયો. આ કાર્યકર્તાએ વિડીઓમાં આક્ષેપ કર્યો હતો કે ઉર્મિલ પટેલ, ગૌતમ પરિયલ અને કુમાર મિશ્રા નામના યુવકો મારવાની ધમકી આપી થયા છે જેથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો.
અમદાવાદમાં એક પછી એક બ્રિજમાં પોલંપોલ! હાટકેશ્વર બાદ આ બ્રિજમાં ખૂલ્યો મોટો છબરડો!
ઘટના એવી છે કે રામ નવમીના દિવસે રેલી યોજવામાં આવી હતી જેને લઈને આરોપીઓએ મિતાશું દરજીએ કોમેન્ટ કરી હોવાનું કહીને તેને માર માર્યો હતો. અને ધમકી આપી હતી. જેથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ છે.
જુનિયર ક્લર્કની પરીક્ષા મુદ્દે મોટા સમાચાર, જાણો વડોદરા પોલીસ કમિશ્નરનું જાહેરનામું
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા શખ્સ ગૌતમ પરિયલ છે.. જે BJP નો કાર્યકર્તા છે.. જ્યારે આપઘાતનો પ્રયાસ કરનાર મિતાશું પણ BJPમાં IT સેલમાં હતો. અને હાલ BJPનો કાર્યકર્તા છે. જ્યારે અન્ય આરોપી ઉર્મિલ પટેલ BJP ના રમત ગમતના સંયોજક છે જ્યારે કુમાર મિશ્રા કાર્યકર્તા છે.. આરોપીઓ અને ફરિયાદી વચ્ચે અંગત તકરાર ચાલે છે. રાજકીય કારકિર્દીને લઈને ચાલતી તકરારમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો.. વિવેકાનંદનગર પોલીસે મારામારી અને ધમકીનો ગુનો નોંધીને ગૌતમ પરિયલ નામના શખ્સની ધરપકડ કરી.. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી.
ગુજરાતના યુવાનો અગ્નિવીર બનવા થનગની રહ્યા છે, પણ 4 વર્ષ બાદ શું...? આ જવાબો સાંભળો..
અંગત ઝઘડામાં BJP ના કાર્યકર્તા વચ્ચે ચાલતું ઘર્ષણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યું હતું.. રેલીમાં ટિપ્પણી કરવા બાબતે થયેલી મારમારી અને આપઘાતના પ્રયાસના વિડીઓને લઈને હાલ તો વિવેકાનંદનગર પોલીસે ગુનો નોંધીને ઝઘડા પાછળના કારણની તપાસ શરૂ કરી છે..