ગુજરાતના યુવાનો અગ્નિવીર બનવા થનગની રહ્યા છે, પરંતુ 4 વર્ષ બાદ શું...? આ જવાબો સાંભળીને દોડશો!
આજે નવસારીમાં પૂર્વ એર માર્શલ અને લે. કર્નલની ઉપસ્થિતિમાં યોજાયેલા માર્ગદર્શન શિબિર બાદ યુવાનોએ અગ્નીવીર બનવા ઉત્સાહ દર્શાવ્યો હતો.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: ભારતીય સેનામાં નવલોહિયા યુવાનો અગ્નિવીરમાં જોડવા થનગની રહ્યા છે, પરંતુ 4 વર્ષ બાદ શું..? સહિતના પ્રશ્નો એમને દેશ સેવામાં જતા રોકી રહ્યા હતા. ત્યારે આજે નવસારીમાં પૂર્વ એર માર્શલ અને લે. કર્નલની ઉપસ્થિતિમાં યોજાયેલા માર્ગદર્શન શિબિર બાદ યુવાનોએ અગ્નીવીર બનવા ઉત્સાહ દર્શાવ્યો હતો.
ભારતીય સેનામાં ગુજરાત પાછળ રહેતું હોવાના મહેણા લાગતા રહ્યા છે. ગુજરાતી વેપાર કરી શકે, પણ સેનામાં જવુ એના માટે મુશ્કેલ છે. પરંતુ આજે ગુજરાતના યુવાનો સેનામાં જવા થનગની રહ્યા છે અને પ્રોપર ગ્રાઉન્ડ કે સુવિધા ન મળે તો પણ મજબૂતીથી તૈયારી કરી રહ્યા છે. જેમાં ભારત સરકાર દ્વારા નવલોહિયા યુવાનો માટે જાહેર કરાયેલી અગ્નિવીર યોજનામાં જોડાવા માટે યુવાનો ઉત્સાહી છે. પરંતુ અગ્નિવીર યોજનાને લગતા પ્રશ્નો, વિરોધને કારણે યુવાનો અગ્નિવીરમાં જોડાતા ડરી રહ્યા છે.
યુવાનોના પ્રશ્નોના સમાધાન માટે નવસારીના માજી સૈનિકોએ આજે શહેરના રામજી મંદિર હોલ ખાતે પૂર્વ એર માર્શલ પ્રકાશ દેસાઈ અને લે. કર્નલ અમૃતલાલ મકવાણાની ઉપસ્થિતિમાં માર્ગદર્શન શિબિર યોજી હતી. જેમાં અગ્નિવીર યોજનામાં 4 વર્ષ દરમિયાન કેટલો પગાર મળશે, એમાંથી બચત અને વ્યાજ સાથે 4 વર્ષને અંતે 11.71 લાખ રૂપિયા જેવી માતબર રકમ મળશે.
સાથે જ કાર્ય દરમિયાન શહિદ થાય તો સરકાર દ્વારા 38 લાખ રૂપિયા અને ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાની સહાય મળશે. જેની સાથે જ 25 ટકાને સેનામાં ભરતી સાથે બાકીના 75 ટકાને માટે સેનાના વિવિધ વિભાગોમાં 10 ટકા અનામત વિશેની માહિતી આપી હતી. 17 વર્ષે અગ્નિવીરમાં જોડાતો નવ યુવાન 21 વર્ષ બાદ પોતાના ભવિષ્ય અને પરિવારની ચિંતા નહીં પણ સંતોષકારક જવાબ મેળવતા ઉત્સાહભેર અગ્નિવીરમાં જોડાવા તૈયાર થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે