ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષની યુવતીએ સીઆઈએસએફના કર્મચારી ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે અને જેમાં યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ કર્મચારી ઉપર આરોપ લાગી રહ્યો છે. આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાને એક યુવતીની છેડતી કરી હતી. મહત્વની વાત તો એ છે કે આરોપી અને ફરિયાદીના પિતા રાજસ્થાનમાં cisf માં એક સાથે ફરજ પર સાથે હતા. ફરિયાદી મૂળ બંગાળના છે અને હાલ તેમના પિતા સીઆઈએસએફ જયપુરમાં ફરજ બજાવે છે. ફરિયાદી પોતાનું આગળનું અભ્યાસ કરવા માટે ગાંધીનગરમાં એડમીશન લેવા માટે આવી હતી.


ફરિયાદીએ bsc સુધી અભ્યાસ બાદ msc માટે ગાંધીનગરમાં અભ્યાસ માટે અરજી કરેલ અને જે આગળની કાઉન્સિલિંગ માટે પાંચ ઓગસ્ટના રોજ બોલાવવામાં આવેલ હતા. યુવતી પોતાની માતા સાથે અમદાવાદમાં આવી હતી. જેથી આરોપી જે સીઆઈએસએફમાં નોકરી કરે છે તે ફરિયાદીના પિતા સાથે પહેલા જયપુરમાં ફરજ પર હતા, જેથી તેમના ઘરે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.


ફરિયાદી રાતે તેમના ઘરે સૂઈ રહી હતી, તે સમય આરોપીએ ફરિયાદીના શારીરિક અડપલા કરી રહ્યા હતા. જેથી ફરિયાદી જાગી ગયા હતા અને બાજુમાં સુઈ રહેલ ફરિયાદીની માતા પણ ઉઠી ગઈ હતી. ફરિયાદીની માતાએ આરોપીના પરિવારને જાણ કરી હતી. જોકે ફરિયાદીને ગાંધીનગર જવા હોવાથી તે જતા રહ્યા હતા અને ત્યારબાદ આ વાતની જાણ તેમને પોતાના પિતાને કરતા પિતાએ કાર્યવાહી કરવા જણાવતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube