અતુલ તિવારી/અમદાવાદ: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે એવામાં કોરોના વાયરસના સબ વેરિયન્ટે ફરી માથું ઉંચક્યું છે જે ગુજરાતની જનતા માટે માઠા સમાચાર છે. કારણ કે ગુજરાતમાં અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન BF.7નો કેસ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, ભારત સહિત હવે વિશ્વભરમાં ધીરે-ધીરે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. દેશમાં કોરોનાના નવા એક્ટિવ કેસોની સંખ્યા 26 હજારની નજીક છે. લોકો પણ હવે ધૂમધામથી તહેવારો મનાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિયન્ટનાં નવા સબ વેરીયન્ટનો પ્રથમ કેમ નોંધાતા ખળભળાટ મચ્યો છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના BF.7 સબ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયાની પુષ્ટિ કરવામાં આવી છે. અમદાવાદના ડ્રાઇવ ઇન વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ નવા સબ વેરિયન્ટનાં શિકાર બન્યા છે. જો કે દર્દીને દાખલ કરવાની જરૂર પડી નથી, તેમજ તેમની કોઈ વિદેશ હિસ્ટ્રી પણ સામે આવી નથી. સાવચેતીના ભાગરૂપે AMC દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા 10 લોકોની પણ તપાસ કરાવાઈ છે.


15 જુલાઈએ દર્દીના સેમ્પલ ગાંધીનગરમાં આવેલા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. GBRC દ્વારા જીનોમ સિકવંસિંગ કરવામાં આવતા ઓમિક્રોન વેરિયન્ટનાં નવા સબ વેરિયન્ટ BF.7 હોવાની જાણ સોમવારે AMC ને કરાઈ હતી. યુકે, જર્મની, ફ્રાન્સ, યુએસ બાદ હવે ભારતમાં પણ કોરોનાંનો નવો BF.7 સબ વેરીયન્ટનો કેસ નોંધાયો છે. નવો સબ વેરિયન્ટ BF.7 કોરોના વેક્સિનથી બનેલી એન્ટીબોડીને પણ ચકમો આપ્યો હોવાનો પ્રાથમિક અહેવાલ મળ્યો છે. આગામી દિવસોમાં તહેવાર હોવાથી સૌ કોઈએ નવા વેરિયન્ટથી સાવચેત રહેવાની તબીબોએ સલાહ આપી છે. તબીબો મુજબ BF.7 સબ વેરિયન્ટનાં લક્ષણો પણ અગાઉ જેવા જ છે પરંતુ શરીરમાં દુખાવો, ગાળામાં ખારાશ, ખાંસી જેવા લક્ષણો રહે તો કોવિડ ટેસ્ટ કરાવવો હિતાવહ છે.
    
કોરોના નબળો પડ્યાના બે વર્ષ બાદ આ વર્ષે ભારતમાં તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યા છે. ઉત્સાહ બમણો છે કારણ કે લગભગ તમામ જગ્યા પર મહામારી સાથે જોડાયેલા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન ખરાબ સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં Omicron BA.5.1.7 અને BF.7 ના નવા વેરિએન્ટની ખબર પડી છે. આ સબ વેરિએન્ટને સંક્રમક કહેવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેની સંરચરણ ક્ષમતા પણ વધુ છે. 


ગુજરાતમાં સામે આવ્યો પ્રથમ કેસ
કથિત રીતે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે ભારતમાં BF.7 ના પહેલાં કેસની ખબર પડી છે. ત્યારબાદથી દેશમાં હડકંપ મચી ગયો છે. આ બધા નવા સબ વેરિએન્ટ પર વેક્સીનને લઇને કોઇ નક્કર રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. કેટલાક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે સબ વેરિએન્ટ વેક્સીનને છેતરવામાં નિષ્ફળ છે. એટલા માટે આગામી તહેવારની સીઝન પહેલાં જ સાવધાની વર્તવાની જરૂર છે.


શું નવો OMICRON વેરિએન્ટ ઘાતક છે?
એક્સપર્ટ્સે આ સબ વેરિએન્ટને લઇને સલાહ જાહેર કરી છે કે અત્યારથી માસ્ક લગાવવું ખૂબ જરૂરી છે. તેની સાથે જ જો વાયરલના લક્ષણ દેખાય તો પોતાને આઇસોલેટ કરવા પણ જરૂરી છે. બે રિસર્ચ જણાવે છે કે બીએફ.7 વેરિએન્ટ અન્ય ઓમિક્રોન સબ-વેરિએન્ટની તુલનામાં પહેલાની વેક્સીનેશન અને એન્ટીબોડીથી બચી શકે છે એટલા માટે આ પહેલાં વધુ સંક્રમક ગણવામાં આવે છે. 


OMICRON BF.7 ના લક્ષણ 
લક્ષણ લગભગ પહેલાં જેવા જ છે પરંતુ શરીરમાં દુખાવો અત્યાર સુધી પ્રમુખ સમસ્યા ગણવામાં આવી રહી છે. વિશેષજ્ઞોના અનુસાર દિવાળીની ભીડમાં આ નવા COVID સંસ્કરણની વધુ એક લહેરને ટ્રિગર કરવાની ક્ષમતા છે. એટલા માટે સાવધાની વર્તવાની સલાહ આપતાં લોકોને જરૂરી પગલાં ભરવા જોઇએ. અફસોસ કરવાના બદલે સુરક્ષિત રહેવું જરૂરી છે.  


આ લક્ષણ હોય તો સાવધાન
ફીવર, ગળુ ખરાબ થવું, થાક, ખાંસી, નાકમાંથી પાણી વહેવું


શું નવો વેરિઅન્ટ ઘાતક છે?
આ સબ વેરિઅન્ટને લઇને એડ્વાઇઝ જાહેર કરતા કહ્યું છે કે અત્યારથી માસ્ક લગાવવું ખૂબ જરૂરી છે. જો વાયરલના લક્ષણ દેખાય તો પોતાને આઇસોલેટ થવું પણ ખાસ જરૂરી છે. BF.7 વેરિઅન્ટ અન્ય ઓમિક્રોન સબ-વેરિઅન્ટની તુલનામાં પહેલાના વેક્સિનેશન અને એન્ટીબોડીથી બચી શકે છે એટલા માટે આને વધુ સંક્રમક ગણવામાં આવે છે.


BF.7 વેરિઅન્ટ 5 દેશોમાં જોવા મળ્યો
તમને જણાવી દઇએ કે, BF.7 વેરિઅન્ટ ઓફ કન્સર્નના કેસ UK, જર્મની, ફ્રાન્સ, યુએસ અને હવે ભારતનો તેમાં સમાવેશ થાય છે.