ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ફરી એક વાર ઈરાની ગેંગ સક્રિય થાય છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઈરાની ગેંગના 2 સાગરીતની ધરપકડ કરી છે. ઈરાની ગૅંગ પોલીસની ઓળખ આપી પૈસા અને દાગીના પડાવી લે છે. ઈરાની ગેંગે ગુજરાતમાં 20થી વધુ ગુનાને અંજામ આપી ચૂક્યા છે અને ભારતભરમાં 100થી વધુ ગુના આચર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોતરા કાઢી નાંખશે! શુ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે ફંટાઈ જશે? જાણો અંબાલાલની આગાહી


અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના સકંજામાં ઉભેલા આ આરોપી નામ છે મુસ્તુફા જાફરી અને શખી જાફરી. જે કુખ્યાત ઈરાની ગેંગના સાગરિતો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની વિરમગામ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી, ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળેલા શખ્સો પર શંકા જતા પૂછપરછ કરતા અને તપાસ કરતા આ આરોપીઓ પાસેથી નકલી પોલીસના આઈડી કાર્ડ મળી આવ્યા હતા. જેથી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે ઈરાની ગેંગના સાગરિત છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ આરોપીઓએ સાણંદમાં 1, વિરમગામમાં 1 અને બાવળામાં 1 ગુનાને અંજામ આપ્યો છે. જે ત્રણેય ગુના પોલીસની ઓળખ આપીને આપ્યા હોવાનું સામે આવ્યું છે. 


ગુજરાતની શાળાઓમાં ક્યારથી પડશે દિવાળી વેકેશન? સરકારે કરી મોટી જાહેરાત


અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે કુખ્યાત ઈરાની ગેંગ દ્વારા ગુજરાતમાં 20થી વધુ ગુનાને અંજામ આપી ચુક્યા છે ..ત્યારે ગુજરાત, મુંબઈ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 100 થી વધુ ગુના આચરી ચુક્યા છે ..આરોપી ગુનાને અંજામ આપવા માટે ફ્લાઇટ અને ટ્રેન થી અવરજવર કરતા હોવાનું સામે આવ્યું છે સાથે જ રેકી કરવા માટે લોકલ વાહનનો ઉપયોગ કરતા હતા.


બનાસકાંઠાની 'વાવ' જીતવા ભાજપે શું બનાવી મજબૂત રણનીતિ? વટનો સવાલ બની આ પેટાચૂંટણી!


આ ઈરાની ગેંગની મૉડસઓપરેંડીની વાત કરીએ તો આરોપીઓ બેન્કની આસપાસ કે મહિલા કે એકલ દોકલ વ્યક્તિઓની અવરજવર વળી જગ્યા પર પોલીસ બનીને ચેકીંગના નામે લોકોને પોતાની વાતોમાં આવીને પાસે પૈસા પડાવતા હતા અને બેંકમાં પૈસા ભરવા આવતા લોકોને પૈસા ભરવામાં મદદ કરવાના બહાને નજર ચૂકવીને પૈસા સેરવી લેતા હતા..આવી રીતે અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી થી પૈસા લઈને ફરાર થઈ જતાં હતાં. આ ઇરાની ગેંગ વિરુદ્ધ નવા કાયદા મુજબ ગ્રામ્ય પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી સિન્ડિકેટ ગેંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. વિરમગામ પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ કેટલા ગુના આચર્યા છે તેની પૂછપરછ શરુ કરી છે. સાથે જ આ ગેંગમાં સામેલ અન્ય આરોપીને લઈ પણ શોધખોળ શરૂ કરી છે.