BIG BREAKING: ગુજરાતની શાળાઓમાં ક્યારથી પડશે દિવાળી વેકેશન? સરકારે કરી મોટી જાહેરાત

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે. 

BIG BREAKING: ગુજરાતની શાળાઓમાં ક્યારથી પડશે દિવાળી વેકેશન? સરકારે કરી મોટી જાહેરાત

ઝી બ્યુરો/ગાંધીનગર:દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે. 

શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક  કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. રાજ્ય વેકેશન બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ આ મુદે પરિપત્ર આપીને જાણ કરી દેવાઇ છે. તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને વિભાગ દ્વારા જાણ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું. જેમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news