સપના શર્મા/અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીની સીઝન પુરી થઈ ગઈ છે. બીજી બાજુ બધું ઠરીઠામ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ કાંકરિયા કાર્નીવલ અને ફ્લાવર શૉની જનતાને ભેટ આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયારીઓમાં જોડાયું છે. હવે વધુ સમય ન રહેતા AMC તૈયારીઓ પાછળ કાર્યરત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડન ખાતે નાની ક્યારીઓ વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી કાર્નીવલ અને ફ્લાવર શૉની તૈયારીઓની થીમ ટૂંક સમયમાં નક્કી થશે. ગુજરાતના નવા મુખ્યમંત્રીના શપથવિધિ બાદ થીમ નક્કી કરવા AMCમાં બેઠક થશે. બીજી બાજુ કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બંને કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી હતી. પરંતુ હવે કોઈ બંધન નડી રહ્યા નથી. એટલે આ વર્ષે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 


મહત્વનું છે કે, કોરોના મહામારીના કારણે ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલ રદ કરવાની ફરજ પડી હતી. છેલ્લા 2 વર્ષથી કાંકરિયા કર્નિવલ અને ફ્લાવર શો રદ કરાયો હતો... ત્યારે હવે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોની તૈયારીઓ તેજ કરાઈ છે.