અમદાવાદમાં વાયરલ વીડિયોના આધારે નોંધાઈ પોલીસ ફરિયાદ, મુંબઇમાં રહેતા કુલ 68 લોકોએ કહ્યું કે....
મુંબઇમા રહેતા કુલ 68 લોકોએ મુંબઈમા ફરિયાદ આપી હતી કે, 23 ડિસેમ્બરના રોજ અમદાવાદના સરદાર નગરમા જાહેર રોડ પર ઘર્મ ગુરુ ગુરપ્રિત સિંઘ અરોરાનુ અપમાન થાય તે રીતે જાહેરમાં અપમાનિત કરી ચપ્પલનો હાર પહેરાવ્યો હતો. જે અંગેના વીડિયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: ધાર્મિક લાગણી દુભાવવાનુ વેર રાખી ધંધુકામા કિશન ભરવાડની હત્યા થઈ હતી. તેવામાં ધાર્મિક લાગણી દુભાવવા અંગે વધુ એક ફરિયાદ સરદાર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમા બનાવના 3 મહિના બાદ વિડીયો સોશિયલ મીડિયામા વાયરલ થતા પોલીસે 8 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશન ખાતે શીખ ધર્મના લોકોની લાગણી દુભાયાની ફરિયાદ નોંધાવી છે. મુંબઇમા રહેતા કુલ 68 લોકોએ મુંબઈમા ફરિયાદ આપી હતી કે, 23 ડિસેમ્બરના રોજ અમદાવાદના સરદાર નગરમા જાહેર રોડ પર ઘર્મ ગુરુ ગુરપ્રિત સિંઘ અરોરાનુ અપમાન થાય તે રીતે જાહેરમાં અપમાનિત કરી ચપ્પલનો હાર પહેરાવ્યો હતો. જે અંગેના વીડિયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ગુનામા કુલ 8 ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધી છે.
અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં બન્યો હોવાથી પોલીસે આશિષ રજાઈ, જય દેવનાની, નરેન્દ્ર રાજદેવ, કમલ મહેતાની, સમીર ગેહાની, અમિત અંબવાની, કમલેશ કોરાની અને રાજા આવતાની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્ત્વનુ છે કે 23 ડિસેમ્બરે બનેવા બનાવ બાદ તેના વિડીયો સોશિયલ મીડિયામા વાયરલ થયા હતા. જે હકિકત સામે આવતા ફરિયાદી અને તેમના ગુરુભાઈ ઓની લાગણી દુભાતા પોલીસ ફરિયાદ કરવામા આવી છે. જેથી પોલીસે આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.
એક સાથે 68 લોકોએ પોતાની રજુઆત પોલીસ સમક્ષ કરતા પોલીસે આ બનાવની ગંભીરતા જોઈ કોઈ અઘટીત બનાવ ન બને તે માટે પુરતા પુરાવા એકઠા કરી આરોપીના ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube