બેદરકારીની હદ હોય! આ હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી નીકળી ગરોળી, 3 દર્દીઓને ઝાડા ઉલટી
શહેરની શારદાબેન હોસ્પિટલમાં એક દર્દીના ભોજનની થાળીમાંથી મરેલી ગરોળી નીકળતાં ફફડાટ ફેલાયો છે. આવું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા ઉલ્ટી થયા હોવાનું જાણવા મળ્યું છે અને તાત્કાલિક ઇન્જેક્શન આપવામાં આવ્યા છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે શહેરની શારદાબેન હોસ્પિટલમાં એક દર્દીના ભોજનની થાળીમાંથી મરેલી ગરોળી નીકળતાં ફફડાટ ફેલાયો છે. આવું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા ઉલ્ટી થયા હોવાનું જાણવા મળ્યું છે અને તાત્કાલિક ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. મગની દાળમાં મૃત ગરોળી નીકળતા ખળભળાટ મચી જવા પામી છે.
અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી! ઓગસ્ટમાં આ વિસ્તારોમાં વરસાદ ગાભા કાઢી નાંખશે!
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. આ ભોજન SVP હોસ્પિટલમાંથી લાવવામાં આવે છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં દર્દીને પીરસવામાં આવેલા ભોજનમાં ઘોર બેદરકારી સામે આવી છે. દર્દીના ભોજનની થાળીમાં પીરસવામાં આવેલી મગનીદાળમાં મરેલી ગરોળી નીકળતાં દર્દીઓ અને તેમના સગાંઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ પ્રકારનું ભોજન જમેલા ત્રણ દર્દીઓને ઝાડા અને ઉલ્ટીની અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પ્રકારની બેદરકારીથી તંત્ર દ્વારા દર્દીઓના જીવન સાથે ચેડાં કરાયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જુનાગઢમાં બધુ જ તણાયું : 12 ઈંચ વરસાદથી માંગરોળમાં આફત, માળીયા હાટીના પણ જળબંબાકાર
શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાંથી મૃત ગરોળી મળવાના મામલે હોસ્પિટલ કમિટી ચેરમેન પરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, SVP માંથી 3 હોસ્પીટલમાં જમવાનું મોકલવામાં આવી રહ્યુ છે. જેમાં શારદાબેન, LG, નગરી હોસ્પિટલમાં ભોજન મોકલવામાં આવી રહ્યું છે. LGમાં 800, શારદામાં 600 અને નગરીમાં 100 લોકોને જમવામાં આવી રહ્યું છે. SVP હોસ્પિટલમાં એપોલો સિંદુરી એજન્સીનો કોન્ટ્રાક્ટ છે. દરેક દર્દીને દિવસમાં 4 વખત જમવા તેમજ નાસ્તો આપવામાં આવી રહ્યો છે. AMC દ્વારા એપોલો સિંદૂરી દર મહિને અંદાજિત 40 લાખ ચુકવવામાં આવી રહ્યા છે.
હિરણ નદીના પ્રચંડ પ્રવાહમાં મકાનો પત્તાની જેમ તૂટ્યા, લોકો માંડ જીવ બચાવીને નીકળ્યા
મેયર કિરીટ પરમારનું પણ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અમે દર્દીને અપાયેલા ભોજન અને કીચનમા રહેલા ભોજનના સેમ્પલ લીધા છે. રિપોર્ટના આધારે કસૂરવાર સામે પગલાં લેવાશે. આ સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેમાં જમવાનું બન્યું ત્યાંથી ગરોળી દર્દી સુધી પહોંચી કે દર્દીને ભોજન પીરસાયું તે બાદ?? શહેરના અન્ય રેસ્ટોરન્ટ ક્યાંય પણ જીવડાં કે અન્ય કોઈ વસ્તુ નીકળે તો તે એકમને તુરંત સીલ મરાય છે, તો svpની ખાનગી એજન્સી સામે કેમ કોઈ પગલાં નહીં?? કેમ ફક્ત સેમ્પલ લઈ સંતોષ માનવામાં આવ્યો?? કોના ઈશારે એજન્સી એપોલો સુંદરીને બચાવવામાં આવી રહી છે??
અંબાલાલની 7 દિવસની આગાહી : મેઘતાંડવ અટકશે નહિ, જુલાઈમાં પહેલીવાર જોવા મળ્યું આવું
મહત્વનું છે કે, અનેકવાર AMCની હોસ્પિટલોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ હોસ્પિટલો ભલે નવી નકોર બનાવીને દર્દીઓને સેવાઓ પુરી પાડવાની ગુલબાંગો ફૂંકવામાં આવતી હોય પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે.