અંબાલાલ પટેલની 7 દિવસની આગાહી : આ મેઘતાંડવ હવે અટકશે નહિ, જુલાઈમાં પહેલીવાર જોવા મળ્યું આવું
Ambalal Patel Monsoon Prediction : ગુજરાત માટે આગામી 24 કલાક ભારે છે. હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત રિજયન સહિત રાજ્યમાં છુટોછવાયો ભારે વરસાદ રહેશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેશે. જુલાઈ મહિનાની જેમ જ આગામી ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ રહેશે. એક સાથે ત્રણ ટ્રોપિકલ સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં સર્જાશે. જે અરબસાગરનો ભેજ ખેંચી લઇ સમગ્ર ભારતમાં વરસાદ લાવશે. તેથી 15 ઓગસ્ટ સુધી વરસાદી સિસ્ટમ ટ્રોપિકલ સિસ્ટમના કારણે અસર વર્તાવશે.
આગાહીકાર અંબાલાલ પટેલનુ કહેવુ છે કે, હાલ અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અત્યાર સુધીની સૌથી મજબૂત સિસ્ટમ છે. 20 થઈ 24 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેશે. પરંતુ અહી વરસાદ અટકી જશે એવુ ન માનતા. ભારે વરસાદની પાછળ બીજુ કારણ કે, 24 જુલાઈથી વધુ એક વહન આવશે. ડીપ્રેશનથી લોન્ડફોલ ઓરિસ્સા તરફ જશે. તે મહારાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તેની અસર જોવા મળશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 24 તારીખના વહનમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં ભારે પાણી આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ આવશે.
વાહન એ ચંદ્ર સૂર્યના નક્ષત્રોને આધીન હોય છે. 20 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવે છે. અને પુષ્ય નક્ષત્રનું પાણી સારું હોય છે. આ નક્ષત્રમાં વરસાદ સારો રહેતો હોય છે. 2-3 ઓગસ્ટના રોજ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે. વરસાદના વાહન અલગ અલગ હોય છે. 3 ઓગસ્ટના રોજ ભારે વરસાદ આવશે. ઓગસ્ટમાં પણ ભિન્ન ભિન્ન ભાગોમંવ રસાદ આવશે.
આજે અમદાવાદમાં પણ ઓરેન્જ અલર્ટ છે. તો આજે જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં રેડ એલર્ટ છે. ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ છે. દ્વારકા, સોમનાથ, અરવલ્લી, ભરૂચ, સુરત નવસારી, તાપી, ડાંગ, આણંદ અને, ખેડામાં આજે ઓરેન્જ અલર્ટ છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં આજે યેલો અલર્ટ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદ ખેડામાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદ માં ભારે અને અમદાવાદ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. સ્પેસ ટ્રફ ગુજરાત તરફથી જતું હોવાથી અને અન્ય એક સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી છે. 4 દિવસ ફિશરમેન વોર્નિંગ આપવામાં આવી છે. 40 કિમીની ઝડપે પવન અને વરસાદને લઈને ફિશરમેન વોર્નિંગ અપાઈ. રાજ્યમાં સિઝનનો 65 ટકા ઉપર વરસાદ નોંધાયો છે. ગત રોજ ગીર સોમનાથ નું સુત્રાપાડા અને રાજકોટમાં ધોરાજીમાં સૌથી વધુ વરસાદ રહ્યો.
Trending Photos